Jamnagar: ગુજરાતમાં (Gujarat) સાયબરફ્રોડની (cyber fraud) ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. સાયબર ગઠિયાઓ (Cyber crooks) લોકોને પોતાની જાળમાં ફસાવીને લાખો- કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. લોકોને વધારે પૈસા કમાવાની લાલચ આપીને , શેરબજારમાં રોકાણ કરીને અવનવા નુસ્ખા અપનાવી ભોળા લોકોને પોતાની જાળમાં ફસાવે છે. ત્યારે સાયબર ફ્રોડની વધુ એક ઘટના સામે આવી છે.જેમાં જામનગર સાયબર ક્રાઇમ પોલીસે (Jamnagar cyber crime police) સાયબર ફ્રોડ કરનાર 11 આરોપીઓને પકડયા છે.
જામનગર સાયબર ક્રાઈમ પોલીસે 11 સાયબર ગઠિયાઓને ઝડપ્યા
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકો સાથે સાયબર ફ્રોડ કરનાર 11 ગઠિયાઓને ઝડપી પાડયા છે. સાયબર ગઠિયાઓએ પોતાના બેન્ક એકાઉન્ટ પૂરા પાડી ઓપરેટરોને ચાર કરોડોનો વહીવટ કરાવ્યો હતો. જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન ફાઇનાન્સિયલ ફ્રોડ કરનાર ગાઠીયાવો સામે કાર્યવાહી કરી છે.
આ ઘટના પર જામનગરના ડીવાયએસપી એ શું કહ્યું
ડીવાયએસપી જયવીર સિંહ ઝાલાએ કહ્યું કે સાયબર પોલીસ ઘણી શંકાસ્પદ થતી એક્ટિવિટી ઉપર ધ્યાન રાખતી હોય છે. સુર્વેલન્સની કામગીરી દરમિયાન એક પેટર્ન જોવા મળી હતી .જેમાં કેવાયસી અને એકાઉન્ટ હોલ્ડર જામનગર ના હોય, આ એકાઉન્ટ થકી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોય તેવું જાણવા મળેલું. ત્યારે બેંકો પાસેથી ડીટેલ્સ લઈને તપાસ કરી ત્યારે ખબર પડી 11 એકાઉન્ટમાં ચાર કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. એકાઉન્ટ બનાવનાર વ્યક્તિઓ સાયબર ફ્રોડ કરનાર વ્યક્તિઓને એકાઉન્ટ ભાડે આપી કમિશન દ્વારા કમાણી કરતા હતા. પોતાના નામે કે બીજા લોકોના નામે નકલી એકાઉન્ટ બનાવી કમાણી કરવી તે પણ સાયબર ફ્રોડનો ભાગ હોવાથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો : vadodara માં વધુ એક સગીરા હેવાનનો શિકાર બની!ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકની ધરપકડ