Jamnagar Navratri: જામનગરના (jamnagar) યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 72 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો આ પરંપરા નિભાવી રહ્યા છે. જેમાં આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમવામાં આવે છે.
જામનગરના યુવાનોનું પરંપરાગત મશાલ રાસ રમી આકર્ષણનું કેન્દ્ર બન્યા
જામનગરમાં 72 વર્ષથી ચાલતી શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જામનગરમાં થતા આ રાસ ગરબાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોચે છે. આખરે ગુજરાતીઓ પોતાને ગરબા રમતા રોકી શકતા નથી. જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રાચીન-અર્વાચીન ગરબીઓ દ્વારા ર્માં આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રિને ભક્તિભાવ સાથે ઉત્સાહભર્યા માહોલમાં ઉજવવામાં આવી રહ્યું છે.
ખેલૈયાઓને નિહાળવા રાત્રે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું
જામનગરના રણજીતનગરમાં લેઉવા પટેલ સમાજના ચોકમાં છેલ્લા 72 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજુ થતાં મશાલ રાસે લોકોમાં જબરૂ આકર્ષણ જમાવ્યું છે. આ રાસ નિહાળવો લોકોને ખૂબ પસંદ પડે એવો છે. વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેડિયું અને ચોયણીના વસ્ત્રો પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓને નિહાળવા રાત્રે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. રણજીતનગર લેઉવા પટેલ સમાજ પાસે શ્રી પટેલ યુવક ગરબી મંડળના તલવાર રાસની ઝલક નિહાળવા જેવી હોય છે.
તલવાર રાસ અને મશાલ રાસે લોકોમાં જમાવ્યું આકર્ષણ
મહત્વનું છે કે, જામનગર વિવિધ પ્રકારના ઈતિહાસ માટે જાણીતું છે. પરંતુ આ સાથે જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાચીન-અર્વાચીન ગરબીઓ દ્વારા માતા આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રીને ભક્તિભાવ સાથે ઉત્સાહભર્યા માહોલમાં ઉજવવામાં આવી રહ્યું છે. જામનગરમાં પટેલ સમાજના ચોકમાં લગભગ છેલ્લા 70 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજુ થતાં તલવાર રાસ અને મશાલ રાસે લોકોમાં જબરૂ આકર્ષણ જમાવ્યું છે.
પટેલ યુવક ગરબી મંડળના રાસની જામનગર વાસીઓ ભારે પ્રસંશા
વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેડિયું અને ચોયણીના વસ્ત્રો પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓને નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. લોકોના જણાવ્યા પ્રમાણે અહીંના લોકોમાં ગરબાનો ખૂબ શોખ હોય છે. જામનગરના રણજીતનગર લેઉવા પટેલ સમાજ પાસે શ્રી પટેલ યુવક ગરબી મંડળના તલવાર રાસની જામનગર વાસીઓ ભારે પ્રસંશા કરતા હોય છે. હાથમાં ખુલ્લી તલવાર સાથે શકિત અને શૌર્યના પ્રતીક સાથે ગરબે ઘુમતા ખેલૈયાઓ સૌનું મન મોહી લેતા હોય છે. ‘શિવાજીના હાલરડાં’ અને ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ના ગીતો સાથે યુવાનો જોમથી તલવાર રાસ રજૂ કરતાં હોય છે.
લોકોમાં આ રાસ-ગરબાઓનું ખાસ વિશેષ આકર્ષણ
જામનગર રણજીતનગર પટેલ સમાજ પાસે યોજાતી પટેલ યુવક ગરબી મંડળમાં યુવાનો દાંતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે. મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ દ્રશ્ય બહુ જ નયનરમ્ય હોય છે. આ ઉપરાંત મશાલ રાસ દરમ્યાન મશાલ સાથે યુવાનો ગરબા દરમિયાન સ્વસ્તિકના પ્રતિક પણ રચે છે. જેથી લોકોમાં આ રાસ-ગરબાઓનું ખાસ વિશેષ આકર્ષણ છે. આ રાસને નિહાળવા લોકો અહીં ઉપસ્થિત થાય છે. દાંતરડા, મશાલ અને તલવારથી ખેલૈયાઓ કઈ રીતે ખુમારી સાથે રમે છે રાસ તે જોવાનો રોમાંચ જ કંઈક અલગ હોય છે.
આ પણ વાંચો : ઇઝરાયલ-ઇરાન યુદ્ધ વચ્ચે PM Modi ની અધ્યક્ષતામાં યોજાઇ CCS ની બેઠક, જાણો શુ થઈ ચર્ચા