Jamnagar: ગણપતિ બાપાને 15 હજારથી વધુ મોદકનો ભોગ ધરવામાં આવ્યો, BJP MLA રીવાબા જાડેજાએ બનાવ્યા લાડુ

September 15, 2024

Jamnagar: દેશભરમાં ગણેશ ઉત્સવ (Ganesh festival) પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ગણેશ પંડાલોમાં (Ganesh Pandal) ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન ભકિતો ગણપત બપ્પાને લાડુનો ભોગ ધરાવતા હોય છે ત્યારે જામનગરમાં (Jamnagar) જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામા આવી હતી . અહીં ગણપતિ બાપાને 15 હજારથી વધુ મોદકનો ભોગ ધરવામાં આવ્યો હતો ત્યારે આ ઉજવણીમાં ધારાસભ્ય રીવાબા જાડેજા (MLA Rivaba Jadeja) પણ સામેલ થયા હતા અને મહિલાઓ સાથે તેમને મોદક પણ બનાવ્યા હતા.

ધારાસભ્ય રિવાબા જાડેજાએ મહિલાઓ સાથે મોદક બનાવ્યા

મળતી માહિતી મુજબ જામનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામા આવી હતી. અહીં કૃષ્ણનગર શેરી નબર 4માં ગણપતિ બાપાને 15 હજારથી વધુ મોદકનો ભોગ ધરવામાં આવ્યો હતો. ગણપતિ બપ્પાને ભોગ ધરાવવા માટે અહીં મહિલાઓએ લાડું બનાવ્યા હતા જેમાં સોસાયટીના મહિલા પુરુષો મોદક બનાવવામાં મદદરુપ થતા હોય છે. ત્યારે આ ઉજવણીમાં ધારાસભ્ય રીવાબા જાડેજા પણ જોડાયા હતા અને મહિલાઓ સાથે રીવાબાએ પણ લાડુ બનાવ્યા હતા. આ લાડુ બનાવવા માટે 525 કિલો ભળકુ,10 ડબ્બા દેશી ઘી,30 ડબ્બા તેલ,અઢીસો કિલો ગોળ,બે કિલો જાયફળ,કાજુ સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગણપતિ બપ્પાને ધરાવવામા આવેલ ભોગના લાડુ અબોલ પશુઓને પણ આપવામાં આવશે.

ધારાસભ્ય રીવાબા જાડેજાએ શું કહ્યું ?

ધારાસભ્ય રીવાબા જાડેજાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેમના મતવિસ્તાર જામનગર ઉત્તરમાં ભગવાન ગણેશના પંડાલમાં લાડુ બનાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતુ કે, ‘દેશભરમાં ગણેશ મહોત્સવનું આયોજન અને ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં ભગવાન ગણેશને 4,000 લાડુ ચઢાવવામાં આવે છે અને અમારી 50 થી વધુ બહેનો આ માટે કામ કરી રહી છે. હું દરેકને મારી શુભકામનાઓ આપું છું. આ પ્રસંગે હું આયોજકોનો પણ આભાર માનું છું.

આ પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ નથી, ભગવાન શિવનું મંદિર છે, CM યોગીના નિવેદન પર રાજકીય હોબાળો

Read More

Trending Video