Jamnagar ના પરિવારને CM ભુપેન્દ્ર પટેલનો ફોન આવતા જ થયા ચિંતામુક્ત, મુખ્યમંત્રીના સંવેદનશીલ નિર્ણયથી યુવતીના લગ્ન શક્ય બન્યા

November 23, 2025

Jamnagar : ગુજરાતમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. અને સંતાનના લગ્ન એ માતા પિતા માટે સપના સમાન હોય છે. ગુજરાતના મુખ્યમંત્રીને મૃદુ અને મક્કમ કહેવામાં આવે છે. અને આ જ વાતને સાબિત કરતી ઘટના હવે જામનગરમાંથી સામે આવી છે. જેમાં જામનગરમાં આવતીકાલે એટલે કે 24 નવેમ્બરના રોજ જામનગરના ટાઉનહોલ ખાતે એક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો એક સરકારી કાર્યક્રમ યોજાવાનો હતો. પણ 23 નવેમ્બરે એટલે કે આજે એ જ સ્થળે પરમાર પરિવારની દીકરી લગ્ન હોવાથી, સુરક્ષા અને બંદોબસ્તના કારણે લગ્નવિધિમાં અવરોધ ઊભો થવાની ચિંતા પરિવારને સતાવી રહી હતી. પણ આ ચિંતાનું નિવારણ મુખ્યમંત્રીએ થોડી જ વારમાં લાવી આપ્યું હતું.

જામનગરમાં સંજના પરમાર નામની યુવતીના લગ્ન મુખ્યમંત્રીના કાર્યક્રમના સ્થળ પર જ હતા. જેના કારણે લગ્નમાં મુશ્કેલી પડે તેમ હતી. પરિવાર આ જ કારણે ચિંતામાં મુકાયો હતો. અને આ જ ચિંતાનું સમાધાન મુખ્યમંત્રીએ લાવી આપ્યું અને મુખ્યમંત્રીએ તે કાર્યક્રમનું સ્થળ બદલી નાખીશું જેથી લગ્નવિધિમાં કોઈ જ અવરોધ ઉભો ના થાય. આ મામલે મુખ્યમંત્રીએ ફોન કરી અને પરિવારની ચિંતા દૂર કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘તમે જરાપણ ચિંતા કરશો નહીં. તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા ત્યાં ટાઉનહોલ ખાતે જ કરો. તમારા પરિવારના મેરેજ હતા ત્યાં અમારો પ્રોગ્રામ કરવાની મેં ના પાડી છે કે ત્યાં પ્રોગ્રામ ના કરો. મેરેજ હોય એટલે તમારી તકલીફ સમજી શકું છું. એટલે તમારા સમયે તમે તમારું ફંક્શન કરજો જ ન્યાં, છતાં તમને કઈ તકલીફ હોય તો આ નંબર પર ફોન કરજો.’

આ પણ વાંચોChaitar Vasava : તાપીમાં મહાપંચાયત પહેલા ચૈતર વસાવાનું જોરદાર સ્વાગત, કુકરમુંડા અને વેલદા ટાંકી ગામના લોકો ઢોલ નગારા સાથે પહોંચ્યા

Read More

Trending Video