Jamnagar Heavy Rainfall : જામનગરમાં વરસાદે કહેર વર્તાવ્યો, સોસાયટીઓમાં ભરાયા પાણી, તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની ખુલી પોલ,

August 27, 2024

Jamnagar Heavy Rainfall : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ બાદ ન માત્ર ગ્રામ્ય વિસ્તારો પરંતુ શહેરોના રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અને ઘરવખરી પલળી ગઈ છે. સાથે જ NDRF દ્વારા સતત લોકોનું રેસ્ક્યુ ઓપરેશન અને સ્થળાંતર ચાલી રહ્યું છે. ત્યારે હવે આ મામલે તંત્ર પણ એલર્ટ મોડમાં છે. અને રાજ્ય સરકાર દ્વારા પણ સતત સાવચેતીના પગલાં રાખવામાં આવી રહ્યા છે. આજે 27 ઓગસ્ટ માટે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર્ર – કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદે લોકોના સાજા ગગડાવી નાખ્યા છે. સાથે જ સૌરાષ્ટ્રનો લોકોમેળો પણ રદ્દ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં વરસાદી તાંડવ

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રમાં તેની અસર ખુબ મોટાપાયે જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં હાલ સાતમ આઠમના તહેવારો ચાલી રહ્યા છે. જેની મજા વરસાદે બગાડી હતી. આ વખતે સૌરાષ્ટ્રના લોકમેળા પર સૌથી વધુ અસર પડી છે. અને અત્યારે લોકોમેળા બંધ કરવાની તંત્રને ફરજ પડી છે.

Jamnagar Heavy Rainfall

જામનગરમાં સાંબેલાધાર વરસાદથી ત્રાહિમામ

જામનગરમાં ગઈકાલથી મેઘરાજા આકાશી આફત બની કહેર વર્તાવી રહ્યા છે. સાતમ આઠમના લોકમેળાની મજા બગાડી છે. ત્યારે હવે જામનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઘરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં રસ્તાઓ પાણીથી તરબતર થઇ ગયા છે. જામનગરની રંગમતી નદી ભરાઈ જતા બે કાંઠે વહેતી થઇ છે. રંગમતી નદીમાં પાણીની આવક વધતા વ્હોરાના હજીરામાં પાણી ભાઈ ગયા હતા. નીચાણવાળો વિસ્તાર હોવાને કારણે સોસાયટીઓમાં પણ પાણી ઘુસી ગયા હતા. તંત્ર દ્વારા સતત લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. સાથે જ જામનગર શહેરના રણજિતસાગર રોડ પર આવેલી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જતા લોકોની ઘર વખરી પલળી ગઈ હતી.

આ સમગ્ર મામલે હવે તંત્રની કામગીરીની પોલ પણ ખુલી હતી. જામનગરમાં પાણી ભરાઈ જતા તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી થઇ હતી. તંત્રના પાપે અત્યારે જનતાને ભોગવવાનો વારો આવ્યો છે. લોકોની ઘર વખરીને નુકશાન પણ પહોંચ્યું છે. ત્યારે ધારાસભ્યો તો માત્ર વિડીયો બનાવી અપીલો કરી રહ્યા છે. પરંતુ જનતાના પ્રતિનિધિઓ હવે જાણતા માટે આગળ ક્યારે આવશે.

સાંસદ અને ધારાસભ્ય પહોંચ્યા ગ્રાઉન્ડ ઝીરો પર

જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના આગેવાનો વરસતા વરસાદે લોકોની વચ્ચે હતા. અને તંત્રના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. સાથે જ મહાપ્રભુજી બેઠક સહિતના વિસ્તારોમાં મુલાકાત કરી લોકોના પ્રશ્નો હલ કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

Jamnagar Heavy Rainfall

લાલપુરના નવાગામાંથી 11 લોકોનું રેસ્ક્યુ

જામનગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા અનરાધાર વરસાદના કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે.લોકોના જાન માલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન, ફાયર સહિતના વિભાગો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હોવાની જાણ થતાં જ પ્રાંત અધિકારી લાલપુર સહિતની ટીમે સ્થિતિની ગંભીરતા સમજી સતર્કતા દાખવી. આ તમામ લોકોને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરી હતી. પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું હતું. અને જીવનું જોખમ ટાળ્યું હતું.

આ પણ વાંચોGujarat Heavy Rain : ગુજરાતમાં બચાવકાર્ય માટે આર્મીની 6 ટીમ ડિપ્લોય કરાઈ, કેન્દ્રથી મોકલવામાં આવી મદદ

Read More

Trending Video