Jamnagar Flood : ગુજરાતમાં 4 દિવસથી મેઘરાજા સતત વરસી રહ્યા છે. ગુજરાતમાં ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ, મધ્ય ગુજરાતનું વડોદરા પાણીમાં તરબોળ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર નહિ હવે મેઘ કહેર વરસી રહી છે. લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે. ગુજરાત પર સક્રિય વરસાદી સિસ્ટમને કારણે સૌથી વધુ જામનગર અને દ્વારકામાં અસર પડી છે. રસ્તાઓનું ધોવાણ થઇ ગયા, ગામ અને શહેર બેટમાં પરિવર્તિત થઇ ગયા છે. ઘણા છેવાડાના ગામો તો સંપર્ક વિહોણા બન્યા છે. અને જામનગર અને દ્વારકામાં તો સોસાયટીઓ જળમગ્ન બની છે. ત્યારે આજે રિલાયન્સ ફાઉન્ડેશન લોકોની વહારે આવ્યું છે.
જામનગર અને દ્વારકામાં પૂરની પરીસ્થીમાં લોકો સુધી બનતી મદદ પહોંચાડવા સૌ કોઈ અત્યારે પ્રયત્નશીલ છે. જામનગર અને દ્વારકામાં આભ ફાટ્યાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ છે. જેને લઈને હવે રિલાયન્સ પણ આગળ આવ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અને પરિમલ નથવાણીના માર્ગદર્શન હેઠળ આજે 10 હજાર ફૂડ કીટ તૈયાર કરવામાં આવી છે. જેને જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડવામાં આવશે. પૂરગ્રસ્ત વિસ્તરોમાં મદદ માટે હવે રિલાયન્સ પણ આગળ આવ્યું છે.