Jamnagar Flood : ગુજરાતમાં અત્યારે ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે રાજ્યમાં જનજીવન ઠપ્પ થઇ ગયું છે. ગુજરાતમાં ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર નહિ હવે મેઘ કહેર વરસી રહી છે. લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે. ગુજરાત પર સક્રિય વરસાદી સિસ્ટમને કારણે સૌથી વધુ જામનગર અને દ્વારકામાં અસર પડી છે. રસ્તાઓનું ધોવાણ થઇ ગયા, ગામ અને શહેર બેટમાં પરિવર્તિત થઇ ગયા છે. ઘણા છેવાડાના ગામો તો સંપર્ક વિહોણા બન્યા છે. અને જામનગર અને દ્વારકામાં તો સોસાયટીઓ જળમગ્ન બની છે. ત્યારે મુખ્યમંત્રી આજે જામનગરની મુલાકાતે પહોંચ્યા છે.
#WATCH | Jamnagar: Gujarat CM Bhupendra Patel holds a meeting with officials over the flood situation in parts of Gujarat. pic.twitter.com/BcJsff4951
— ANI (@ANI) August 29, 2024
જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા
જામનગરમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે. જે બાદ હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત જામનગરની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેમણે પૂરગ્રસ્ત વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ કરી આકાશી આફતને કારણે સર્જાયેલ તારાજીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમની સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર પણ પહોંચ્યા હતા. અને તેમણે પણ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગરના કલેક્ટર સાથે પણ બેઠક કરી હતી. જેમાં પૂરથી ઉભી થયેલી સ્થિતિ મામલે રાહત અને બચાવ કામગીરી વિષે પણ વાત કરી હતી.
jamnagar flood જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં CMનું હવાઈ નિરીક્ષણ |Nirbhaynews#jamnagar #gujarat #rain #jamnagarflood #HeavyRainfall #rainfall #BhupendraPatel #nirbhaynews pic.twitter.com/lthb3W1Wqn
— Nirbhaynews (@nirbhaynews1) August 29, 2024
ખંભાળિયા અને વડોદરાની પણ મુલાકાતે જશે
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 5 કલાકે હેલિકોપ્ટરથી ખંભાળિયા પહોંચશે. ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 944 મિ.મી. વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવશે. અને દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક પણ કરશે. મુખ્યમંત્રી ખંભાળિયાથી જામનગર પરત આવીને મોડી સાંજે વડોદરા પહોંચવાના છે તથા વડોદરા શહેર અને જિલ્લામાં હાથ ધરાઈ રહેલા રાહતકાર્યોની સમીક્ષા બેઠક યોજવાના છે.