Jamnagar Flood : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે સૌરાષ્ટ્ર પર પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મેઘરાજા અત્યારે સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 24 કલાકમાં અધધ 12 ઈંચથી વધુ, જામનગર જિલ્લામાં 11 ઈંચથી વધુ અને પોરબંદર જિલ્લામાં 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જામનગરમાં ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા છે. જામનગરના બાલંભામાં ફસાયેલા 83 લોકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
Jamnagar : પાણીના પ્રવાહ વચ્ચે SDRFએ 28 બાળકો સહિત 83 લોકોનું રેસ્ક્યૂ કર્યું#Jamnagar #HeavyRain #RainfallinGujarat #GujaratRainfall #nirbhaynews pic.twitter.com/1mb8Vxnng7
— Nirbhaynews (@nirbhaynews1) August 28, 2024
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પડેલ ભારે વરસાદ તથા ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે બાલંભા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા 83 લોકોનું SDRFની ટીમ દ્વારા દીલધક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાડી વિસ્તારમાં ફસાયેલા 28 બાળકો સહિત તમામ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું. આજી-4 ડેમના પાણીના પ્રવાહના લીધે બાલંભા ગામે ખેતર વિસ્તારમાં પાણી ફરીવળતા ખેતમજુર કુટુંબ સાથે ફસાઈ ગયા હતા. જે બાદ SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 36 પુરુષ, 19 સ્ત્રી, 28 બાળકો મળી કુલ 83 લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.