Jamnagar Fire Safety : રાજકોટમાં થોડા દિવસ પહેલા કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટમાં TRP ગેમ ઝોન (Rajkot TRP Game Zone)માં સર્જાયેલ અગ્નિકાંડમાં 12 બાળકો સહીત 27 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ રાજ્યમાં તંત્ર અચાનક સફાળું જાગ્યું અને દરેક જગ્યાએ ફાયર NOCની તપાસ થવા લાગી. તંત્રના નીચે અચાનક રેલો આવતા હવે દરેક જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સાથે જ હવે સમગ્ર ગુજરાતમાં સરકાર ચેકીંગ હાથ ધરી રહી છે. પરંતુ પોતાના વિભાગની આસપાસની કચેરીઓમાં અને સંકૂલોઓમાં જ ફાયર સેફ્ટિનો અભાવ છે તે જગ્યાઓ પર ચેકીંગ ક્યારે હાથ ધરવામાં આવશે ? આજે એવું કંઇક સામે આવ્યું છે જામનગર (Jamnagar Fire Safety)માં.
જામનગરમાં સ્પોર્ટ્સ સંકુલમાં જ ફાયર સેફ્ટિનો અભાવ
જામનગરમાં ચીફ ફાયર ઓફિસરના ઘર સામે જ આવેલા સ્પોર્ટ્સ સંકુલમાં જ ફાયર સેફ્ટિનો અભાવ સામે આવ્યો છે. સાથે જ સમગ્ર સ્પોર્ટસ સંકુલમાં એક પણ ફાયરની બોટલ લગાવેલ નથી. ઉલ્લેખનીય છે કે, 250 જેટલા બાળકો રોજ અહી બેડમીન્ટન રમવા આવે છે. ત્યારે આ સંકુલમાં જો રાજકોટવાળી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે તંત્ર અને ફાયર વિભાગ ક્યારે આ મામલે પગલાં લેશે? સરકારી સંકુલોમાં જ ફાયર સેફ્ટિનો અભાવ છે ? આ સ્પોર્ટ્સ સંકુલમાં ઘણી સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે જેના કારણે આ સ્પોર્ટ્સ સંકુલમાં ભીડ રહે છે. જો આ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ ?
આ પણ વાંચો : Modi Cabinet : અમિત શાહ ફરી બન્યા કેન્દ્રીય ગૃહ મંત્રી, મોદી કેબિનેટના કયા મંત્રીઓએ સંભાળ્યો ચાર્જ ?