Jamnagar: એક તરફ સરકાર (government) ખેડૂતોને (farmers) 24 કલાક વીજળી (electricity) આપવાના વાયદા કરી રહી છે તો બીજી બાજુ કેટલાક ખેડૂતો પૂરતી વીજળી ન મળવાને કારણે ખેડતોને હાલાકી વેઠવી પડી રહી છે. વીજળી ન મળવાને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે ત્યારે આવો જ એક કિસ્સો જામનગરના કાલાવાડમાંથી સામે આવ્યો છે. જેમાં વીજળીની સમસ્યાથી ત્રસ્સ ખેડૂતોએ PGVCLની કચેરીનો ઘેરાવ કર્યો હતો અને ભારે હંગામો મચાવ્યો હતો. ત્યારે ખેડૂતોનો આક્ષેપછે કે, તેઓ અધિકારીને આ અંગે રજૂઆત કરી રહ્યા છે તેઓ રજુઆત સાંભળવાને બદલે તેમની પર ગાજી રહ્યા છે. ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
કાલાવડમા વીજળીની સમસ્યાથી ત્રસ્ત ખેડુતોએ કર્યો વિરોધ
મળતી માહિતી મુજબ જામનગરના કાલાવડ શહેરમાં આવેલ PGVCLની કચેરી ખાતે કાલાવડ તાલુકાના ખેડૂતોએ હંગામો કર્યો હતો. જેમાં કાલાવડ તાલુકાના બાદનપર, વાવડી,ખંઢેરા મોટાવડાલા, ખાનકોટડા, મછલીવડ,સહિત તાલુકા 20 થી વધુ ગામના ખેડૂતો વીજ કચેરી ખાતે એકઠા થયા હતા અને વીજ વિભાગની કચેરીમા ખેડુતો રોષ સાથે વિરોધ વ્યક્ત કર્યો.
રજૂઆત કરતા અધિકારીઓ લાજવાને બદલે ગાજ્યા
આ મામલે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ખેતરમાં TCખરાબ થઇ જાય તો તેનું સમારકામ બે દિવસમાં થવું જોઇએ પરંતુ પીજીવીસીએલના અધિકારીઓ 10 દિવસ સુધી કોઈ ફરિયાદ પણ લેતા નથી.આ ઉપરાંત પુરતો સમય વીજળી ન મળતા સિંચાઈ માટે ખેડૂતોને મુશ્કેલ થાય છે.ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ દ્વારા રજુઆત સાંભળવાને બદલે ગાજવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમારાથી નહિ થાય તમે લોકો ઉચ્ચ લેવલે રજુઆત કરો.ત્યારે ખેડૂતો દ્વારા વીજ પુરવઠા બાબતે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.આ સાથે સમયસર વીજળી ન મળતા ખેતરમાં ઉભેલ પાક નિષ્ફળ જવાની પણ ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી.
ખેડૂતોએ ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી
આ મામલે વીજ વિભાગને રજૂઆત કરતા પુરતો સ્ટાફ ના હોવાથી મુશ્કેલીઓ થતી હોવીનુ અધિકારીએ જણાવ્યું હતું. આ સાથે વીજ અધિકારીઓ લાજવાને બદલે ગાજવા લાગ્યા હતા જેથી એક સપ્તાહમાં વીજપ્રશ્ને ઉકેલ નહી આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચારી છે.
આ પણ વાંચો : Arvind Kejriwal ટૂંક સમયમાં સીએમ આવાસ છોડશે, જાણો નવું ઠેકાણું ક્યું હશે ?