Kargil Vijay Diwas: કારગિલ યુદ્ધને (Kargil Wor) 25 વર્ષ પૂર્ણ થયા છે. સમગ્ર દેશ આજે કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas) ઉજવી રહ્યો છે.આજના દિવસે ભારતે દુશ્મનોને ધૂળ ચટાડી વિજય મેળવ્યો હતો આ યુદ્ધમાં દેશના કેટલાક જવાનો શહીદ પણ થયા હતા. જેથી આ શહીદ જવાનોનું બલિદાન દેશવાસીઓ ક્યારેય ભુલી શકશે નહીં. ત્યારે જામનગરમાં પણ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને શહીદોના બલિદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. જામનગરમાં માજી સૈનિકોએ કારગીલ વિજય દિવસની ઉજવણી કરી હતી.જામનગરના અનેક માજી સૈનિકો કારગિલ યુદ્ધમાં ડ્યુટી પણ નિભાવી છે.
વિજય દિવસનું મહત્વ
આઝાદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 યુદ્ધો થયા છે. પ્રથમ 1965માં, બીજી 1971માં અને ત્રીજી 1999માં. પરંતુ સૌથી ભયંકર અને લાંબો સમય ચાલનાર યુદ્ધ કારગિલ યુદ્ધ હતું જે 1999માં થયું હતું.ભારતે પાકિસ્તાન સામે ત્રણેય યુદ્ધો જીત્યા છે. પરંતુ કારગિલ વિજય દિવસ કારગીલ યુદ્ધમાં ભારતની જીતની યાદમાં, ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય સેનાના દરેક સૈનિકને સમર્પિત છે, જેના પર દરેક ભારતીયને ગર્વ છે.
26 જુલાઈએ કારગિલ વિજય દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
26 જુલાઈ 1999ની તારીખ ભારત માટે ખૂબ જ ખાસ છે. આ તે તારીખ છે જ્યારે ભારતીય સેનાના બહાદુર સૈનિકોએ ટાઈગર હિલ, પોઈન્ટ 4875, પોઈન્ટ 5140 સહિત તમામ પહાડી શિખરોને પાકિસ્તાની સેનાના કબજામાંથી મુક્ત કરીને કારગિલ યુદ્ધ જીત્યું હતું. આ તારીખ પાકિસ્તાન પર ભારતની જીત અને આપણા સૈનિકોની બહાદુરીની ગાથાઓનું પ્રતીક છે.
આ પણ વાંચો : Rajkot:જસદણ દુષ્કર્મ કેસમાં પોલીસની તપાસ કઈ દિશામાં, શું પોલીસ ભાજપના નેતા સુધી પહોંચી શકશે?