Jamnagar: દેશભરમાં આજે ગાંધી જયંતીની (Gandhi Jayanti) ઉજવણી થઇ રહી છે અને વિશેષ ગુજરાત તો ગાંધીના ગુજરાત તરીકે જ ઓળખાય છે. ત્યારે ગુજરાતમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને રાજકીય નેતાઓ જાહેર સ્થળોની સફાઈ કરી સ્વછતા અભિયાન દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરતા હોય છે. ત્યારે ગાંધીજીના સન્માનમાં ગુજરાતમાં દારૂબંધી છે.તો પણ ઘણીવાર ગુજરાતમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું જોવા મળતું હોય છે. અને જાહેર સ્થળોએ દારૂની બોટલો મળી આવતી હોય છે, ક્યારેક તો એવું લાગે કે ગુંજરાતમાં દારૂબંધી છે કે નહિ? ત્યારે આવી જ એક ઘટના આજે જામનગરમાંથી સામે આવી છે.
ગાંધી જયંતિના દિવસે જ જામનગરના એસ ટી બસ સ્ટેશનમાંથી મળી દારુની ખાલી બોટલો
મળતી માહિતી મુજબ જામનગરના એસટી ડેપોમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. આજે ગાંધી જયંતીના દિવસે જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા જામનગર એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આપના ધારાસભ્યં હેમન્ત ખવા પણ જોડાયા હતા. જયારે ધારાસભ્યં અને આપના કાર્યકર્તાઓ સાફ સફાઈ કરી રહ્યા હતા, ત્યારે ડ્રાઈવર રૂમ ની બાજુથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. ત્યારે ગયા વર્ષે પણ ડ્રાઈવર રૂમની બાજુથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. ત્યારે તેમને સરકાર પર દારૂબંધી મુદ્દે સરકાર પર પ્રહાર કાર્ય હતા.
આપના ધારાસભ્ય હેમંત ખવાએ શું કહ્યું?
ધારાસભ્યએ જણાવ્યું કે વારંવાર ડ્રાઈવર રૂમની બાજુમાંથી દારૂની બોટલો મળી આવતી હોય છે.આ એક ગંભીર ઘટના છે. સમગ્ર ગુજરાત કે જામનગર જિલ્લાની એસટી બસમાં મુસાફરી કરતા લોકોની જાનને પણ ખતરો હોય છે કેમ કે ઘણીવાર દારૂના નશામાં ડ્રાઈવર ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. દારૂના નશા થી ડ્રાઇવરને પોતાની જાનને તો નુકસાન થવાનું તો છે, પણ તેમના ભરોસે એસટી બસમાં બેઠેલા 60થી 70 લોકોને પણ પોતાના જીવનો પણ પ્રશ્ન હોય છે. ત્યારે આ ઘટનાની રાજ્યસરકારે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે યોગ્ય પગલાં ભરવા જોઈએ.
આ પણ વાંચો : Bharuch: બુલડોઝર કાર્યવાહી અટકાવવા સાંસદ મનસુખ વસાવા મેદાને, જિલ્લા કલેક્ટરને લખ્યો પત્ર