Jamnagar: સ્થાનિક લોકોને હાલાકી; મનપાના નગરસેવકો અને અધિકારીઓ ઘોર નિદ્રામાં

June 11, 2024

 Jamnagar: જામનગર મહાનગરપાલિકાના ( Jamnagar Municipal Corporation) આડેધડ કામગીરી જોવા મળી રહી છે. ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે, મનપાના ચૂંટાયેલ નગરસેવકો અને અધિકરીઓ જાણે ઘોર નીંદ્રામાં હોઇ તેવું જોવા મળી રહ્યું છે. જામનગર શહેરના નુરી ચોકડી નજીક આવેલા નાગમતી પ્રવાહની સફાઈ સદંતર બાકી છે. તેમજ આ નાગમતી નદીનો પુલ પર લાઈટ, અને રેલીંગ પણ નથી. આ સ્થળની ટનબંધ ગંદકીને તંત્ર 15 દિવસ સુધી પણ ઉલેચી ‘ન’ શકે તેવી સ્થિતિ છે.

Jamnagar: Municipality

પાલિકાના અણધડ વહીવટીના કારણે શહેરીજનોને હાલાંકી

કોર્પોરેશના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરને 11 ભાગમાં વહેંચી નાંખીને સૌ પ્રથમ વોર્ડ નં.11ના મોહનનગર અને નારાયણનગર પાછળના રાજમોતી ટાઉનશીપ તેમજ ઉપરવાસથી આવતા વરસાદી પાણીના નિકાલની કાચી કેનાલ બનાવાયા બાદ નવનાલા પાસેથી લઈને ગુલાબનગરના તાડીયા હનુમાન, વિભાપર ગામ તેમજ તેનાથી આગળ દરિયા તરફ જવાના પાણીના માર્ગની સફાઈ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત શહેરમાં 49 દિગ્વિજય પ્લોટ, રામેશ્વરનગર પાછળની કાચી કેનાલ, 1404 આવાસ પાસેથી મુંબઈ દવા બજાર કોલોની તફરની કેનાલ, એરફોર્સ-રમાં એક સ્થળે તેમજ સાધના કોલોનીથીલાલપુર બાયપાસ સુધી ની કેનાલ, ભીમવાસવાળી કેનાલ એમ એટલા સ્થળોએ પ્રિમોન્સુન સફાઇ પુરી કરવામાં આવી છે પરંતુ જે મેજર કામ છે. તે કાલાવડના નાકા બહારથી હાપા યાર્ડ તરફ જતા નાગમતીના બેઠા પુલ પાસેની ગંદકી આ સ્થળનો કચરાપેટીની માફક ઉપયોગ થયો હોવા ઉપરાંત લાંબા સમયથી નદીના પાણી ઓસર્યા બાદ તણાઈને આવેલો કચરો હાલ ભુગર્ભ ગટરના પાણી ઉપર તરે છે.

Jamnagar: Municipality

તંત્ર નિદ્રામાંથી જાગે તેવી માંગ

જામનગર શહેરમાં ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર, પાણીની પાઇપ લાઈન અને ગેસ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. પણ યોગ્ય રીતે મજબૂત કામગીરી નહિ થતા અને ખોદયા પછી ફરી આડેધડ પુરી દેવામાં આવે છે અને રોડ પણ નથી બનતા ત્યારે સ્થાનિક લોકો ખાડા ખબડા વાળા ખરાબ રસ્તે ચાલવા મજબુર બન્યા છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે  આમ જામનગર મહાનગર પાલિકાની કામગીરી આડેધડ ચાલી રહી છે જેના કારણે સમાન્ય પ્રજા પીસાઇ રહી છે. ત્યારે તંત્ર હવે નિદ્રામાંથી જાગે અને યોગ્ય રીતે કામ કરે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાની વિધિવત્ શરુઆત, આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા, જાણો પરેશ ગોસ્વામીની આગાહી

Read More

Trending Video