Jamnagar: આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના (International Hindu Parishad) સ્થાપક ડૉ. પ્રવીણ તોગડિયા ( Praveen Togadia) આજે જામનગરમાં (Jamnagar) આવ્યા હતા આ દરમિયાન તેમણે હવાઈ ચોક ખાતે શ્રી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરી અને વેજુમાં હોલ ખાતે કાર્યકમમાં હાજરી આપી હતી. આ દરમિયાન હવાઈ ચોકથી વેજૂમાં હોલ સુધી યાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ દરમિયાન પ્રવિણ તોગડિયાએ લવ જેહાદ,લેન્ડ જેહાદ,ગણેશ પંડાલ પર હુમલો,લાડુના પ્રસાદમાં ભેળસેળ,નવરાત્રી અને હિન્દુ રાષ્ટ્ર પર નિવેદન આપ્યું હતું.
તિરુપતિ લાડુ વિવાદ, લવ જેહાદ, નવરાત્રી અને હિન્દુ રાષ્ટ્ર પર ડૉ. પ્રવીણ તોગડિયાનું નિવેદન
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ પ્રવીણ તોગડિયા આજે જામનગરમાં આવ્યા હતા આ દરમિયાન તેમણે લવ જેહાદ,લેન્ડ જેહાદ,ગણેશ પંડાલ પર હુમલો,લાડુ ના પ્રસાદમાં ભેળસેળ,નવરાત્રી અને હિન્દુ રાષ્ટ્ર પર નિવેદન આપ્યું હતું. પ્રવીણ તોગડિયાએ ગુજરાતમાં થયેલા પથ્થરમારાની ઘટના મામલે કહ્યુ કે, જેહાદીઓની હિમત વધી ગઈ હોય તેવું લાગી રહ્યુ છે એટલા માટે પોલીસ અને લોકોએ હિંમથી આવા જેહાદીઓને નિયંત્રિત કરવા પડશે. આ નવરાત્રીના ગરબામાં મુસ્લિમ સમાજના લોકોને પ્રવેશ ન આપવામા આવે તેવી માંગ કરી હતી. તેમણે કહ્યુ કે, તેઓ મૂર્તિ પૂજામાં માનતા નથી તેમણે નવરાત્રીમાં ના આવવું જોઈએ.
તિરુપતિ મંદિર પ્રસાદ મામલે પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, આ મામલાની યોગ્ય તપાસ થાય અને આવું કોઈપણ મંદિરમાં ન બને તેનું બધા ભેગા મળીને કાળજી રાખવી પડશે.
પાકિસ્તાને ભારતના જુનાગઢને તેના નકસામાં બતાવ્યું હતુ તે મામલે કહ્યુ કે, આખુ પાકિસ્તાન જ આપડા બાપનું છે. લવ જેહાદ,લેન્ડ જેહાદ પર તેમણે કહ્યુ કે, જેહાદીઓની હિંમત વધી ગઈ છે.
વધુમાં તેમણે કહ્યુ કે, ઠેક ઠેકાણે શહેરોની ગલીઓમાં લોકો શની કે મંગળવારે હનુમાન ચાલીશા કરે. વીર હનુમાન હિન્દુ રક્ષા યાત્રા ગામડે ગામડે ફરશે અને દર અઠવાડિયે હનુમાન ચાલિસા કેન્દ્ર ચલાવવામાં આવશે. આ કેન્દ્રમાં ગરીબી માટે મફતમાં દવા કરવાની વ્યવસ્થા કરવામા આવશે.