Jamnagar : કોલકત્તા રેપ-હત્યાકાંડ મામલે જામનગરના સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા, દર્દીઓને ભારે હાલાકી

August 17, 2024

Jamnagar : કોલકત્તાની (Kolkata) મેડિકલ કોલેજમાં (Medical College) થયેલા જઘન્ય અપરાધ અને હોસ્પિટલમાં તોડફોડના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ શનિવારે દેશભરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 24 કલાકની હડતાળની (strike) જાહેરાત કરી હતી. જે અંતર્ગત આજે દેશભરના ડૉક્ટરો (doctors) આજે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાક માટે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આ ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોએ પણ આ હડતાળને સમર્થન આપ્યું છે. ત્યારે આ જામનગરમાં (Jamnagar) પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે.

જામનગરના સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

કોલકાતામાં જુનિયર મહિલા તબીબ રેપ-મર્ડરની ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે જામનગરમાં ગઈકાલે જી.જી.હોસ્પિટલના 500 થી વધુ રેસિડેન્ટ-જુનિયર તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળ બાદ ખાનગી હોસ્પિટલો પણ હડતાળમાં જોડાઈ હતી. ત્યારે આજે IMA ની દેશવ્યાપ્યી હડતાળના આહ્વાન પગલે જામનગર IMA હેઠળની ખાનગી, સંસ્થાકીય હોસ્પિટલો હડતાળમાં જોડાઈ છે. જામનગરની 150 જેટલી ખાનગી હોસ્પિટલો તેમજ 500 જેટલા તબીબોએ 24 કલાકની હડતાળ પાડી છે.

ડોક્ટરો હડતાળ પર ઉતરતા દર્દીઓને ભારે હાલાકી

જામનગરમાં તબીબો ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ સેવાઓથી અળગા રહેશે. પીડિત પરિવારને ન્યાય મળે, આરોપી સામે કડક કાર્યવાહી થાય તેમજ તબીબોની સુરક્ષા માંગ સાથે તબીબો હડતાળ પર ઉતર્યા છે. જ્યાં સુધી આ માંગ સ્વીકારવામા નહીં આવે ત્યાં સુધી તબીબોએ અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવાની જાહેરાત કરી છે. જામનગરમાં સરકારી હોસ્પિટલના જુનિયર-રેસિડેન્ટ તબીબો બાદ ખાનગી હોસ્પિટલોના તબીબો પણ હડતાળમાં જોડાતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

આ પણ વાંચો : જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સમાધાન કરાવવા દિલીપ સંઘાણી આવ્યા આગળ, શું સંઘાણી થશે સફળ ?

Read More

Trending Video