Jamnagar: આ વખતે સ્વતંત્રતા ( Independence Day) દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ (BJP) દેશભરમાં ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga) અભિયાન શરૂ કર્યું છે. ભાજપ દ્વારા એવું કહેવામા આવી રહ્યું છે કે, લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે હવે ‘હર ઘર તિરંગા’માં પણ ભ્રષ્ટાચાર (Corruption) થયાનું ખુલ્યું છે. જામનગરમાં ‘હર ઘર તિરંગા’માં મહાનગર પાલિકાએ આર્થિક કૌભાંડ આચર્યાંનો વિપક્ષે આરોપ લગાવ્યો છે.
જામનગરમાં ‘હર ઘર તિરંગા’માં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ
‘હર ઘર તિરંગા’માં મહાનગર પાલિકા દ્વારા 55.50 લાખ રૂપિયાનો ખર્ચ મંજુર કરાયો છે.ત્યારે ચાર દિવસમાં તંત્ર શહેરમાં વિતરણ કેવી રીતે કરશે તેવો વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો. વિપક્ષે મહાનગર પાલિકા સામે આક્ષેપ કર્યો હતો કે, લાગતા વળગતાઓને ટેન્ડર આપી દેવાયો છે. 66 હજાર ઝંડા ખાનગી કંપનીએ સીએસઆરમાંથી વિતરણ કર્યા છે.
વિપક્ષ નેતાએ મહાનગર પાલિકા પર લગાવ્યા આક્ષેપ
વિપક્ષ નેતાએ કહ્યુ કે, જામનગર મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર હવે તિરંગામા પણ બદનામ થઈ રહ્યું છે. 51 લાખથી 55 લાખ જેટલું ટ્ન્ટર કર્યા વગર કરમ તિરંગા માટે ફાળવવામા આવી છે. દોઢ લાખથી પણ વધુ ઝંડા જામનગરમાં ઘરે ઘરે આપવામાં આવશે તેવું કહેવાયું છે પંરતુ આટલા ઝંડાનું ચાર દિવસમાં વિતરણ થઈ શકશે ખરું. ભારત માટે તિરંગો દેશની આન બાન અને શાન છે પરંતુ જામનગર મહાનગર પાલિકા ભ્રષ્ટાચાર કરી રહી છે ભાજપના લગતા વળગતા કોંન્ટેરાક્ટરોને જ આમાં ટ્રેન્ડર આપવામા આવ્યું છે. તે બાબતે વિપક્ષે તેના પહેલા પણ સવાલો કર્યા હતા. ગયા વર્ષે પણ લાકડીઓ અને તિરંગા એમ નેમ પડ્યા રહયા હતા અને તેનું વિતરણ થયું ન હતુ ત્યારે પણ અમે તપાસની માંગ કરી હતી.
મહાનગર પાલિકાએ શું આપ્યો જવાબ ?
ત્યારે આ આક્ષેપ બાદ સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરાએ જણાવ્યું હતુ કે, તમામ પ્રક્રિયા નિયમ મુજબ કરવામાં આવી રહી છે. રિલાયન્સ કંપનીએ વિતરણ કરેલ ઝંડા ખર્ચ જેએમસીમાંથી બાદ કરાશે.ઝંડા વિતરણ મુજબ જ ખર્ચનું આંકલન કરવામાં આવશે.