Jamnagar Congress : જામનગરમાં મસમોટા ખાડા, તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં, કોંગ્રેસે જાતે માટી નાખી પૂર્યા ખાડા

October 17, 2024

Jamnagar Congress : ગુજરાતમાં વરસાદ પડ્યા પછી શહેરોમાં રોડ-રસ્તાનું ધોવાણ થયું હતું. રોડ ધોવાઈ જવાથી મસમોટા ખાડા પડ્યા છે. સાથે જ ખાડાથી વાહનચાલકો કંટાળી ગયા છે. ખાડામાં વાહનચાલકો પડવાથી તેઓ ઈજાગ્રસ્ત થયા છે. અને ઘણા કિસ્સામાં તો તેમનું મૃત્યુ પણ થયું છે. વરસાદની સીઝન પુરી થઇ ગઈ હોવા છતાં તંત્ર દ્વારા શહેરોમાં ખાડા પૂરવાની કોઈ વ્યવસ્થા કરી નથી. ત્યારે આવો જ કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે. જામનગરમાં વરસાદ પછી મસમોટા ખાડા પડી ગયા છે. વરસાદ તો ચાલ્યો ગયો પણ, અત્યાર સુધી મહાનગર પાલિકા દ્વારા રોડ-રસ્તા માટે કોઈ નક્કર પગલાં ભર્યા નથી. ખાડારાજથી જામનગરની જનતા ત્રસ્ત થઇ ગઈ છે. ત્યારે જામનગર કોંગ્રેસ આજે લોકોની મદદ માટે આવી છે. ત્યારે આજે તંત્ર સામે કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો હતો. જામનગર કોંગ્રેસ દ્વારા લાલપુર ચોકડી રોડ પર જે ખાડા પડ્યા તે ખાડા કોંગ્રેસે પોતાના સ્વખર્ચે પૂર્યા હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓએ આજે માટી લઈને રોડ પર ખાડા પડ્યા હતા, તે ભર્યા હતા.

ખાડા પૂરો અભિયાન પછી જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ ભાજપશાસિત જામનગર મહાનગર પાલિકા પર પ્રહાર કર્યાં હતા. અને કહ્યું કે, ”આ મહાનગરપાલિકા ભાજપશાસિત અને ભ્રષ્ટાચારશાસિત મહાનગરપાલિકા છે. અમે તંત્રને રોડ પર ખાડા બાબતે વારંવાર રજૂઆત કરી હતી, પણ તંત્રએ કોઈ નક્કર પગલા ભર્યા નથી. મહાનગરપાલિકા અત્યારે કુંભકર્ણની નિંદ્રામાં સુઈ રહી છે. જનતા માટે કોઈ કામ કરતી નથી. અને ચૂંટણી સમયે જામનગરના લોકોને જાગરૂક થવાનું કહ્યું હતું. ખાડા પુરવાનું કામ ચૂંટાયેલા સભ્યોનું હોય, તો પણ આ કામ વિપક્ષના નેતાઓ કરી રહ્યા છે.”

મહાનગરપાલિકા લોકો પાસે ટેક્સ વસુલે છે. પણ લોકોને સારી સુવિધા આપતી નથી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ મહાનગરપાલિકાઓને કહ્યું હતું કે, વરસાદ જાય પછી તાત્કાલિક રોડના ખાડાની કામગીરી પુરી કરવી. પણ આ નફ્ફટ તંત્ર મુખ્યમંત્રીની વાત પણ સાંભળતી નથી. ત્યારે જોઈએ કોંગ્રેસના ખાડા પૂરો અભિયાન પછી તંત્રના ભાજપના નેતાઓ હવે જાગશે કે હજી કુંભકર્ણની જેમ નિંદ્રામાં રહેશે?

આ પણ વાંચોGeniben Thakor : બનાસકાંઠાના થરાદમાં ડ્રો ને લઇ ગેનીબેનનું મોટું નિવેદન, પોતાના સ્વાર્થ માટે આયોજન કરતા લોકો સામે કરી લાલ આંખ

Read More

Trending Video