Jamnagar : લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાની વધુ એક ઘટના, હવે U.S પિઝા Pizzaમાંથી નિકળ્યો વંદો

વીડિયો વાયરલ થતા બાદ જામનગર મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું હતું.

September 30, 2023

જામનગર શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. ગઈ કાલે જ છાસવાલમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી હતી ત્યારે આજે ફરી આવી ઘટના સામે આવી છે. જેમાં યુ એસ પીઝામાં વંદો નિકળતા ખળભળાટ મચ્યો છે. આ મામલે ફરિયાદ કરતા જામનગર મહાનગરપાલિકાની ફ્રુડ શાખાએ યુ એસ પિઝાને પાંચ દિવસ માટે બંધ કરી દીધું છે.

યુ.એસ.પિઝા પાર્લરમાંથી વંદો નીકળ્યો

પ્રાપ્ત જાણકારી મુજબ જામનગરમાં પંચવટી રોડ પાસે આવેલા યુ.એસ.પિઝા પાર્લરમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક્સ આર્મી પરિવાર સાથે પીઝા ખાવા ગયા ત્યારે પિઝાનું બોક્સ ખોલ્યું ત્યારે પિઝામાં વંદો જોવા મળ્યો હતો, જે બાદ આ ગ્રાહકે તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ મામલે તેમને ફૂડ શાખામાં ફરિયાદ કરી હતી.

યુએસ પીઝા પાચ દિવસ માટે બંધ

વીડિયો વાયરલ થતા બાદ જામનગર મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું હતું. અને આ પિઝા સ્ટોરમાં તપાસ હાથ ધરી હતી , તપાસ કરતા યુએસ પિઝા માં સાફ-સફાઈ નો અભાવ જોવા મળ્યો હતો. જેથી ફ્રુડ શાખાએ યુ એસ પિઝ ને પાંચ દિવસ માટે બંધ કરી દીધું છે.

Read More

Trending Video