Jamnagar માં ઇટાલિયા પર જુતુ ફેંકનાર છત્રપાલસિંહ જાડેજાએ કહી મોટી વાત, કહ્યું “આ 2017નો બદલો હતો”

December 6, 2025

Jamnagar માં આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. “છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ પર તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન પોલીસે 15થી 20 મિનિટ બાદ માંડ છોડાવીને જીપમાં બેસાડી જી.જી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતા.” હવે આ મામલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મેદાને આવ્યા છે. અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

જુતુ ફેંકનાર છત્રપાલસિંહ જાડેજાએ શું કહ્યું ?

હવે આ મામલે ગોપાલ ઇટાલિયા પર જુતુ ફેંકનાર છત્રપાલસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. અને તેમણે કહ્યું કે, “ગોપાલ ઇટાલિયાએ 2017માં પ્રદીપસિંહ જાડેજા પર જુતુ ફેંક્યું હતું, અને આજે મેં તે વાતનો બદલો લીધો છે. હું કોઈ પણ પક્ષમાં હોવ પણ મારા માટે પહેલા સમાજ આવે છે. તેણે અમારા સમાજના વ્યક્તિ પર જુતુ ફેંક્યું હતું અને મેં તેમના પર જુતુ ફેંક્યું”

આ પણ વાંચોArvind Kejriwal : જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જુતુ ફેંકવાની ઘટના, અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને લીધી આડેહાથ

Read More

Trending Video