Jamnagar Chandipura Cases : જામનગરમાં પણ હવે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ, મેયર અને ધારાસભ્યની તાત્કાલિક બેઠક યોજાઈ

July 18, 2024

Jamnagar Chandipura Cases : ગુજરાતમાં ખાસ માખીના કારણે ગભરાટ ફેલાયો છે. આ માખી ચાંદીપુરા વાયરસનું કારણ માનવામાં આવે છે. હવે ચાંદીપુરામાં આ વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 27 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને 14 લોકોના મોત પણ થયા છે. ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ સાબરકાંઠા અને અરવલ્લીમાં જોવા મળ્યા છે. હવે જામનગરમાં પણ આ વાયરસે દસ્તક આપી હોય તેવું અળગી રહ્યું છે. જામનગર (Jamnagar)માં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ  (Jamnagar Chandipura Cases)સામે આવ્યા છે.

જામનગરમાં ચાંદીપુરા વાયરસના કેસ

જામનગરમાં પણ અચાનક કોલેરાના કેસ વધતા તંત્ર સફાળું જાગ્યું છે. આજે બે બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદ આ બંને બાળકોને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ તો આ બંને બાળકોની હાલત નાજુક છે. બંને બાળકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

ચાંદીપુરા વાયરસના પગલે જામનગર તંત્ર એલર્ટ મોડમાં

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ચાંદિપુરા વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. જેને લઈને જામનગર શહેરમાં તેની તકેદારી રાખવા માટે ધારાસભ્ય અને કમિશનર વગેરેની તાકીદની બેઠક યોજાઈ છે, અને જરૂરી આરોગ્ય વિષયક પગલાં ભરવા માટે સમીક્ષા કરવામાં આવી છે. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની અધ્યક્ષતામાં આજે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં તાકીદની બેઠક મળી હતી. જામનગરના શહેરી વિસ્તારમાં પણ ચાંદીપુરાના વાયરસ સંબંધી જરૂરી આરોગ્ય વિષયક પગલાં ભરવા માટેની તાકીદની ચર્ચા કરી હતી.

ચાંદીપુરા વાયરસ શું છે?

ચાંદીપુરા એ નવો વાયરસ નથી.

પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રમાં નોંધાયો હતો.

ગુજરાતમાં દર વર્ષે આ વાયરસના કેસો નોંધાય છે.

આ રોગ વેક્ટર-સંક્રમિત સેન્ડફ્લાયના ડંખથી થાય છે.

તે મુખ્યત્વે 9 મહિનાથી 14 વર્ષની વયના બાળકોને અસર કરે છે.

ગ્રામ્ય વિસ્તારોમાં આ વધુ જોવા મળે છે.

તાવ, ઉલ્ટી, ઝાડા અને માથાનો દુખાવો તેના મુખ્ય લક્ષણો છે.

જો આ લક્ષણો દેખાય, તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

રાજ્ય સરકારે દરેક માટે એડવાઈઝરી જારી કરી છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?

ચાંદીપુરા વાઇરસને કારણે દર્દીને તાવની ફરિયાદ થાય છે.

તેમાં ફલૂ જેવા લક્ષણો અને ગંભીર એન્સેફાલીટીસ છે.

એન્સેફાલીટીસ એ એક રોગ છે જેના કારણે મગજમાં સોજો આવે છે.

ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે, જે સામાન્ય રીતે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે.

મચ્છરમાં જોવા મળતા એડીસ તેના ફેલાવા માટે જવાબદાર છે.

આ વાયરસની ઓળખ નાગપુરના ચાંદીપુરમાં થઈ હતી, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું.

ચાંદીપુરાની સારવાર માટે હજુ સુધી કોઈ એન્ટી વાઈરલ દવા બનાવવામાં આવી નથી.

આ પણ વાંચોVadodara : વડોદરામાં સાંસદ સત્કાર સમારોહમાં ભાજપ શહેર પ્રમુખે ઉઠાવ્યો પાણીની સમસ્યાનો મુદ્દો, વિજય શાહે કહ્યું, “આ મુદ્દાનું કંઇક નિરાકરણ લાવવું જોઈએ”

Read More

Trending Video