Jamnagar: જામનગર (Jamnagar) નજીકના આમરા ગામમાં (Amra village)રોટલાથી વરસાદનો (Rain) વરતારો જોવાની સદીઓથી વધુ પુરાણી પરંપરા (old tradition) છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં ભમરિયા કૂવામાં (well) રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના વરસના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. આજે ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચન બાદ આ વિધી સંપન્ન થઇ હતી અને સારા ચોમાસાના (Monsoon) એંધાણ મળ્યા હતા.
કેવી રીતે વરસાદનો વરતારો મેળવાય છે ?
જામનગર તાલુકાનું અમારા એક એવુ ગામ, કે જ્યાં અનોખી રીતે વરસાદનો વરતારો કરવામાં આવે છે. જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલી પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે.આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે. ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો, વાણંદના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે.ત્યાર પછી કુવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે અને ત્યારબાદ ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે ? તેનું અનુમાન કરવામાં આવે છે.
વરસાદ અંગે કેવા સંકેત મળ્યા ?
આ વખતે રોટલો કૂવાની વચ્ચોવચ પડી ઇસાન ખૂણા તરફ ગયો હતો. જે અતિ શુભ સંકેત હોવાનુ ગ્રામજનોએ જણાવ્યુ છે. આ વર્ષે 14થી 16 આની રહેશે એટલે કે મોડુ વાવેતર છતાં પાછોતરા વરસાદ સમયે વર્ષે, સારૂ રહેશે. અને મબલખ પાક ઉતરશે. તેવો ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે.
આમરા ગામે કેવી રીતે શરુ થઈ આ પરંપરા ?
દરવર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. સદીઓ પૂર્વે ખેતે ભાત લઇને જતી એક મહિલાના હાથમાંથી ચોક્કસ શખ્સે રોટલો ઝુંટવી લીધો હતો. જેને લઇને ગામ ઉપર આફત આવી હતી. આફત નિવારણ થઇ ત્યારથી આ રસમ દર વર્ષે ચાલી આવતી હોવાનુ ગ્રામજનો કહે છે.
દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા
કઇ દિશામાં રોટલો પડે તો સારુ વર્ષ જાય તેની વાત કરવામાં આવે તો કુવામાં પધરાવેલો રોટલો જો પૂર્વ અને ઇસાન દિશામાં પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે. આ વરસે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કરતી હોઇ અને સાથે પાછોતરો વરસાદ આવશે એમ આમરાના ગ્રામજનોએ જણાવ્યુ હતુ.
આ પણ વાંચો : Gir Somnath : રાજેશભાઈ ચાલો આજે તો પાંચ વર્ષનો હિસાબ થઈ જ જાય : પૂંજા વંશ