Jamnagar : ખાખીની ગુંડાગીરી ! 14 વર્ષના બાળકને PI એ પોલીસ સ્ટેશનમાં બોલાવી અપશબ્દો બોલીને માર માર્યો

June 19, 2024

Jamnagar : જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો (Jamnagar City B Division Police Station) ક્રાઈમ રેશિયો (Crime ratio) ઉચકાયો છે મર્ડર સહિતના ગંભીર ગુનાઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે વધુ એક વખત સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું છે. આ વખતે ખુદ પોલીસ ગુંડાગીરી પર ઉતરી આવી હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે.  જામનગર (Jamnagar) સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI એ 14 વર્ષના બાળકે પોલીસ સ્ટેશનમાં બોલાવી સખત માર માર્યો હોવાની ઘટના સામેે આવતા ખળભળાય મચી ગયો છે. બાળકને માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલ જવું પડ્યું છે. બાળકે પોતે PI દ્વારા તેને માર મારવામા આવ્યો હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારે પોલીસની આ પ્રકારની ગુંડાગીરી સામે આવતા પોલીસની કામગીરી સામે  અનેક સવાલો થઈ રહ્યા છે.  આમ તો અગાઉ પણ પોલીસની ગુંડાગીરીના અનેક કિસ્સા સામે આવ્યા છે પરંતું બાળક સાથે આવું વર્તન કરીને પોલીસે ખાખીને લજવી છે.

14 વર્ષના બાળકને PI એ અપશબ્દો બોલીને માર માર્યો

આ અંગે પ્રાપ્ત જાણકારી  મુજબ જામનગર શહેરના નવાગામ ધેડ વિસ્તારમાં રહેતા એક પરિવાર સામે હોળીના તહેવાર દરમિયાન મારા મારી હત્યા પ્રયાસ સંબંધિત ફરિયાદ નોંધાઈ હતી આ જ પ્રકરણમાં પરિવારના 14 વર્ષીય બાળક ને પણ આ ગુનાના કામે સીટી બી ડિવિઝનના સાથે હાજર થવા ફરમાન કર્યું હતું જેને લઇને તેના માતા સાથે બાળક ગઈકાલે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો થોડીવાર બેસાડ્યા બાદ 14 વર્ષે બાળકને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો હતો બાળકના કહેવા પ્રમાણે પ્રથમ નામ ઠામ અને અભ્યાસ સંબંધિત વિગતો પૂછ્યા બાદ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને અભદ્ર ભાષા ઊચારવા લાગ્યા હતા. ત્યારબાદ પીઆઈ પીપી ઝાએ બાળકને ગાલ પર જોરદાર લાફા જીકી દીધા હતા. આટલું ઓછું હોય તેમ પીઆઈએ પોતાના બુટ કાઢી બુટ વડે બાળકની પીઠ પાછળ પણ માર્યો હતો એમ બાળકે જણાવ્યું છે. ત્યારબાદ બાળકને તેની માતાના હવાલે કરાયો હતો ઘરે પહોંચ્યા બાદ બાળકે માતાને માર માર્યાની ફરિયાદ કરતા તેઓએ જીજી હોસ્પિટલ પહોંચી સારવાર કરાવી હતી ગાલ પર સોજો આવી જતા અને પીઠ પાછળ મુંઢ મારતા જીજી હોસ્પિટલમાં બાળકને સારવાર આપવામાં આવી હતી.

પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો

ત્યારે આ ઘટના સામે આવતા સવાલ તે થાય છે કે, જો ખરેખર બાળકની આ ગુનામાં ભૂમિકા હોય તો માર મારી બાળકને કેમ છોડી દીધો? છેલ્લા લાંબા સમયથી સીટી બી ડિવિઝન પોલીસ દ્ફત્તરમાં ઉપરાઉપરી હત્યાના બનાવો નોંધાયા છે. ત્યારે ક્રાઈમરેટ ઘટાડવા માટે આ તે કેવી સ્ટ્રેટેજી અપનાવી છે ? ખુદ પોલીસવાળા જ ગુંડા બની જાય તો ગુનાનું પ્રમાણ અટકી જશે ? પીઆઇ ઝા જ્યારથી સીટી બી ડિવિઝનમાં આવ્યા છે ત્યારથી ગંભીર ગુનાઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે એમ ક્રાઇમ રેટ રેકોર્ડ બોલી રહ્યો છે. નીચલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના આવા વર્તનને કારણે પ્રમાણિક એસપી પ્રેમસુખ ડેલુની પ્રતિષ્ઠાની પણ નીલામી થાય છે ત્યારે આવા અધિકારીઓને હાઈ ક્રાઈમ ઝોન વિસ્તારનો હવાલો કેમ સોંપવામાં આવે છે ? હવે આ મામલે પીઆઇ ઝા પર કોઈ કાર્યવાહી થાય છે કે, નહીં તે જોવું રહ્યું..

આ પણ વાંચો : Vadodara : વડોદરાની SSG હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આગ ભભૂકી ઉઠી, દર્દીઓના જીવ તાળવે ચોંટ્યાં

Read More

Trending Video