Jamnagar : ‘ભાજપ કરતાં કોંગ્રેસ સાત દરજ્જે સારી હતી.. ‘ ધ્રોલના 748 હિન્દૂઓએ મુખ્યમંત્રી સહિતનાઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અંગે તેજાબી પત્ર લખતા ખળભળાટ

August 2, 2024

amnagar : જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલના (Dhrol) વાડી સહિતના વિસ્તારમાં રહેતા 748 જેટલા હિન્દુ ધર્મના (Hindus) લોકોએ ધર્મ પરિવર્તન (Conversion of religion) કરવા અને મુસ્લિમ ધર્મ અંગીકાર (Accepting the Muslim religion) કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ માટે લોકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra patel) સહિતનાને પત્ર લખ્યો છે અને ધર્મપરિવર્તન કરવા મંજૂરી આપવા માંગ કરી છે.

ધ્રોલના 748 હિન્દૂઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અંગે તેજાબી પત્ર લખતા ખળભળાટ

જામનગર જિલ્લાના ધ્રોલના વાડી સહિતના વિસ્તારમાં રહેતા 748 જેટલા હિન્દુ ધર્મના લોકોએ મુસ્લિમ મજહબ અંગીકાર કરવા અંગે પત્ર લખ્યો છે. તેમણે આ પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ઈશુદાન ગઢવી, સી આર પાટીલ, તેમજ જામનગર શહેરના કલેક્ટર સહિતનાઓને મોકલ્યો છે.તેમણે સરકારી અધિકારીઓ , ધારાસભ્ય અને ચૂંટાયેલા કોર્પોરેટરોના પાપે હિન્દુ ધર્મ ત્યજી મુસ્લિમ મજહબ સ્વીકારવાનો હોય તો તેની મંજૂરી આપો તેવી રજુઆત કરી છે. આ વિસ્તારમાં માસ-મટનનો કચરો બેફામ નખાતો હોય, વર્ષોથી રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા ધર્મપરિવર્તન કરવા નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.

Jamnagar :ધ્રોલના 748 હિન્દૂઓએ

હિન્દુ સેના ધ્રોલના પ્રમુખ ગૌરવ મહેતાએ લીધી મુલાકાત

વર્ષોની વ્યથા વર્ણવતો હિન્દુઓનો પત્ર વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ પત્રની નકલ હિન્દુ સેનાના અગ્રણી, ધ્રોલના રાજકીય આગેવાનો અને અધિકારીઓને મોકલતા ચોતરફ ભારે ચર્ચાનો માહોલ છવાયો છે. તેમણે આ ધ્રોલ હિન્દુ સેના પ્રમુખ ગૌરવ મહેતાને પણ પત્ર લખ્યો હતો. જે બાદ હિન્દુ સેના ધ્રોલના પ્રમુખ ગૌરવ મહેતાએ હિન્દુ સેનાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી મુલાકાત લીધી અને સ્થાનિક લોકોને મળ્યા હતા.

Jamnagar :ધ્રોલના 748 હિન્દૂઓએ

સરકારી અધિકારીઓ , ધારાસભ્ય અને ચૂંટાયેલા કોર્પોરેટરો પર આક્ષેપ

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, ભાજપ કરતા કોંગ્રેસ સાત દરજ્જે સારી હતી. જ્યારે કોંગ્રેસ સરકાર ગુજરાતમાં હતી ત્યારે હિન્દુ અને મુસ્લિમ બંન્ને ધર્મના લોકો શાંતિથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ જ્યારે હિન્દુઓની સરકાર આવી છે ત્યારથી હિન્દુઓની ચિંતા વધી ઘઈ છે. હિન્દુઓની સમસ્યાનું નિરાકરણ થતુ જ નથી હિન્દુઓની સરકારથી એટલા કંટાળી ગયા છીએ કે, ના છૂટકે હવે અમારે મુસ્લિમ ધર્મ અંગેકાર કરવાની પડેલ છે. સરકારી અધિકારીઓ , ધારાસભ્ય અને ચૂંટાયેલા કોર્પોરેટરોને આ માટે જવાબદાર ઠેરવ્યા છે.

Jamnagar :ધ્રોલના 748 હિન્દૂઓએ

પત્ર વાયરલ થતા ખળભળાટ

આ પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, અમારી માંગણી પુરી કરવી એ હિન્દુ સરકારની હેસિયત બહારની વાત છે. હિન્દુ સરકાર માત્ર ટીવી ચેનલોમાં મોટા મોટા ભાષણો અને અખબારોમાં ફોટા જ પડાવી શકે છે અમારી રાજાશાહી વખતની મુખ્ય રજુઆતોનો આજ દિવસ સુધી અંત આવ્યો નથી. આ સાથે સ્થાનિક લોકોએ ભાજપના કોર્પોરેટરો પર તોડ કરવાનો અને ધમકીઓ આપવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, જામનગરના સાંસદ પુનમ માંડમ અમારા વિસ્તારમાં આવે તો કોર્પોરેટરો અમને તેમના સુધી પહોંચવા પણ નથી દેતા. આમ તેજાબી શબ્દો સાથે લખેલો આ પત્ર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. જો કે હવે આ પત્ર સામે આવતા ભાજપ સરકારી અધિકારીઓ , ધારાસભ્ય અને ચૂંટાયેલા કોર્પોરેટરો સામે શું પગલા લેવાય છે તે જોવું રહ્યું…

Jamnagar :ધ્રોલના 748 હિન્દૂઓએ

આ પણ વાંચો :  GSSSB Forest Guard: ગૌણ સેવાના અધ્યક્ષ હસમુખ પટેલે ફોરેસ્ટના ઉમેદવારો માટે કરી મોટી જાહેરાત, શું હવે વિવાદનો આવશે અંત ?

Read More

Trending Video