Jamnagar: ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 100 બાળકોને ફુડ પોઈઝનિંગ, તંત્ર થયું દોડતું

September 13, 2024

Jamnagar: હાલ ગુજરાતમાં ગણેશ મહોત્સવની ( Ganesh festival) ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે. જેમાં ભક્તો દ્વારા ગણેશજીને અનેક પ્રકારની પ્રસાદી ધરાવતા હોય છે. તેવામાં જામનગરમાં (Jamnagar) ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 100 બાળકોને ફુડ પોઈઝનિંગની (food poisoning) ઘટના સામે આવી છે. હાલ આ તમામ લોકોને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર બાદ આ તમામ લોકોની સબિયતમાં સુધીરો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

Jamnagar food poisoning

જામનગરમાં 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ

મળતી માહિતી મુજબ જામનગર શહેરના હાપા વિસ્તારમાં એલગન સોસાયટી વિસ્તારમાં ગણેશ મહોત્સવમાં ગત રાત્રે પ્રસાદીમા મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ મોડી રાત્રે 100 જેટલા માસુમોને ઝાડા ઉલટી થતા જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા જ્યાં આ તમામને ફુડ પોઈઝોન થયું હોવાનું સામે આવ્યું હતુ. અચાનક 100 જેટલા દર્દીઓ હોસ્પિટલમા આવી જતા હોસ્પિટલનો ટ્રોમા વોર્ડ દર્દીઓથી ઊભરાઈ ગયો હતો. તેમજ એક બેડ પર બે દર્દીઓને સારવાર આપવી પડી હતી. ત્યારે સારવાર બાદ આ તમામની તબિયતમાં સુધારો થયો હોવાનું જાણવા મળી રહ્યુ છે. તબિયતમા સુધારો થતા હાલ 48 બાળકોને જી જી હોસ્પિટલમાંથી ડીસચાર્જ કરાયા છે.

Jamnagar food poisoning

ફૂડ પોઈઝનિંગની ઘટનાથી તંત્ર પણ દોડતું થયું

બીજી તરફ જામનગરમાં 100જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થતા તંત્ર પણ દોડતું થયું છે. એલેગન સોસાયટીમાં ફૂડ શાખા દ્વારા પાણી, ભાત અને છાસના નમુના લેવામા આવ્યા છે અને આ નમુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો :Ambaji માં એસટી વિભાગ દ્વારા ભાડામાં વધારો કરાતા યાત્રિકોમાં રોષ

Read More

Trending Video