Jammu Kashmir: રાજૌરીમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા, બન્ને તરફથી ફાયરિંગ

September 3, 2024

Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) રાજૌરીમાં મંગળવારે (03 ઓગસ્ટ) સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થઈ રહ્યું છે. ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળોએ રાજૌરીના થાનામંડીમાં કેટલાક આતંકવાદીઓને ઘેરી લીધા હતા. સુરક્ષા દળોએ આતંકીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને બંને તરફથી ગોળીબાર પણ ચાલુ છે.

અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે સાંજે રાજૌરી જિલ્લાના થાના મંડી વિસ્તારમાં કેટલાક અજાણ્યા આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોને પકડવા માટે પોલીસ અને ભારતીય સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.

સુરક્ષાદળોને જોતા જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું

પ્રારંભિક અહેવાલો અનુસાર, સાંજે લગભગ 7.30 વાગ્યે જ્યારે પોલીસ અને રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનો શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ થાનામંડીના લોઅર કેર્યોટ ગામ તરફ આગળ વધ્યા. ત્યારે બંને પક્ષો તરફથી ગોળીબાર થયો. અધિકારીઓએ જણાવ્યું કે સર્ચ પાર્ટીઓને જોઈને આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો અને પછી જવાબી કાર્યવાહીથી બચવા માટે અંધારાનો લાભ લઈને ભાગી ગયા.

થોડા દિવસ પહેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના બે પ્રયાસોને નિષ્ફળ બનાવીને સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સ દ્વારા કહ્યું હતું કે, તેની સાથે બે એકે રાઈફલ એક પિસ્તોલ ચાર હેન્ડ ગ્રેનેડ અને અન્ય યુદ્ધ સામગ્રી મળી આવી છે.

 

આ પણ વાંચો: મમતા સરકારની મોટી કાર્યવાહી, Kolkataની ઘટનાના 26 દિવસ બાદ સંદીપ ઘોષ સસ્પેન્ડ

Read More

Trending Video