Jammu Kashmir Reasi Bus Terror Attack :જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir ) રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે આતંકવાદીઓએ ( terrorist) ઉત્તર પ્રદેશના (Uttarpradesh) શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે બસ ખાઈમાં પડી હતી અને આ ઘટનામાં 10 લોકોના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. તે જ દિવસે બીજેપી નેતા પીએમ મોદીએ ત્રીજી વખત શપથ લીધા. ત્યારે આ હુમલાને લઈને સમાજવાદી પાર્ટીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
સપાએ એક્સ પર પોસ્ટ કરીને સરકારને ઘેરી
આ હુમલાને લઈને સપાએ એક્સ પર પોસ્ટ કરીને સરકારને ઘેરી છે અને લખ્યું છે કે,એક તરફ જ્યારે ભાજપના નેતાઓ શપથ લઈ રહ્યા હતા અને સત્તાની ઉજવણીમાં વ્યસ્ત હતા, તે જ સમયે કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ આવી જેમાં મોટાભાગના મુસાફરો યુપીના હતા તેના પર આતંકવાદી હુમલો થયો અને 8 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. શું આ વખતે સર્જિકલ સ્ટ્રાઈક થશે? શું આ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે? કે પછી ચૂંટણીઓ થઈ છે અને સરકાર બની ગઈ છે તેથી ભાજપ સરકાર મામલો દબાવી દેશે?
एक तरफ जब भाजपा नेता शपथ ले रहे थे और सत्ता के जश्न में चूर थे तभी उसी वक्त कश्मीर में श्रद्धालुओं की बस जिसमें अधिकतर यात्री यूपी के थे उस पर आतंकी हमला हुआ और 10 मासूमों की जान चली गई
क्या इस बार कोई सर्जिकल स्ट्राइक इस पर होगी ? क्या इस आतंकी हमले का मुंहतोड़ जवाब दिया जायेगा… pic.twitter.com/ZXfprDdvvl
— SamajwadiPartyMediaCell (@MediaCellSP) June 9, 2024
અખિલેશે શું કહ્યું
અખિલેશે પોસ્ટ કર્યું મૃતકોમાં મોટાભાગના યુપીના છે અને બસ ખાઈમાં પડી જતાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોના મૃતદેહો તેમના પરિવારજનોને પરત લાવવા સરકાર જાગે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપે અને તમામ જાનહાનિને યોગ્ય વળતર આપે.
देश में राजनीतिक रूप से अति संवेदनशील दिन, सुरक्षा-प्रबंधन की लापरवाही की वजह से हुए आतंकी हमले में 10 लोगों के मारे जाने की ख़बर दुखद भी है और घोर निंदनीय भी।
मृतकों में अधिकांश उप्र के हैं और बस के खाई में गिरने की वजह से कई लोग घायल भी हैं। मृतकों के शवों को उनके परिजनों तक…
— Akhilesh Yadav (@yadavakhilesh) June 9, 2024
આતંકવાદીઓને શોધવા માટે ઓપરેશન શરૂ
ઉલ્લેખનીય છે કે આ આતંકવાદી હુમલામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું છે કે સુરક્ષા દળોએ આતંકવાદીઓને શોધવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. હુમલા પાછળ જે લોકો છે તેમને બક્ષવામાં આવશે નહીં.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હુમલાની આકરી નિંદા કરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી છે. હુમલાથી વ્યથિત રાષ્ટ્રપતિ મુર્મુએ ટ્વિટર પર કહ્યું કે આ કાયરતાપૂર્ણ કૃત્ય માનવતા વિરુદ્ધ ગુનો છે. આની સખત શબ્દોમાં નિંદા થવી જોઈએ. દેશ પીડિત પરિવારોની સાથે ઉભો છે. તે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે છે.
આ પણ વાંચો : PM Kisan Samman Nidhi Yojana : નવી સરકારની રચના થતાં જ પીએમ મોદી એક્શનમાં; PM કિસાન સન્માનનો 17મો હપ્તો જાહેર