Jammu Kashmir:જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ 2 આતંકવાદીઓને કર્યા ઠાર

September 9, 2024

Jammu Kashmir:જમ્મુ-કાશ્મીમાં  (Jammu Kashmir)  સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. નૌશેરા સેક્ટરમાં સેનાએ 8 સપ્ટેમ્બરે મોડી રાત્રે બે આતંકીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા દળોએ તેમની પાસેથીબે AK-47, એક પિસ્તોલ અને હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. હજુ ઓપરેશન ચાલુ છે. સેનાએ આ ઓપરેશનને ઓપી કાંચી નામ આપ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરતા 2 આતંકવાદીઓ ઠાર

ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એન્કાઉન્ટરની માહિતી આપી હતી. સેનાએ આ મામલે કહ્યું કે છેલ્લા એક સપ્તાહમાં આતંકવાદી અથડામણની આ બીજી મોટી ઘટના છે. આ પહેલા 2 સપ્ટેમ્બરે આતંકીઓએ જમ્મુ-કાશ્મીરના સુંજવાન મિલિટરી સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. આ એન્કાઉન્ટર 29 ઓગસ્ટે કુપવાડામાં થયું હતું. અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાંથી બે આતંકવાદીઓ માછિલમાં અને એક તંગધારમાં માર્યા ગયા હતા. સેનાએ કહ્યું હતું કે 28-29 ઓગસ્ટના રોજ માછિલ અને તંગધાનમાં હવામાન ખરાબ હતું. આ દરમિયાન મોડી રાત્રે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી. આ પછી સેના અને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તે ઓપરેશનમાં માર્યો ગયો.

કેપ્ટન દીપક સિંહ ડોડામાં થયા હતા શહીદ

રાષ્ટ્રીય રાઈફલ્સના કેપ્ટન દીપક સિંહ 14 ઓગસ્ટના રોજ ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. કેપ્ટન સિંહ ડોડાના અસાર ફોરેસ્ટ વિસ્તારમાં થઈ રહેલા એન્કાઉન્ટરની આગેવાની કરી રહ્યો હતો. એન્કાઉન્ટરમાં સેનાએ એક આતંકીને નરકમાં મોકલી દીધો હતો.

આ પણ વાંચો : UPSC receives 30 complaints: પૂજા ખેડકરના વિવાદ બાદ 30થી વધુ અધિકારીઓ UPSC ની રડાર પર, જાણો વિગતો

Read More

Trending Video