Jammu Kashmir Encounter:કુલગામના દેવસર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ છુપાયા હોવાની વિગતો, સર્ચે ઓપરેશન ચાલુ

September 28, 2024

Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદી (terrorists) ઘટનાઓ હજુ અટકી નથી. દરરોજ આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર આવે છે. આજે ફરી એકવાર સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સેનાના જવાનોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

જાણકારી મુજબ દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. બે આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સાથે જ આતંકવાદીઓની પણ શોધ કરવામાં આવી રહી છે. હાલ બંને તરફથી ગોળીબાર ચાલુ છે. આતંકવાદીઓને જલ્દી ઠાર કરવામાં આવી શકે છે. સેનાના જવાનો તત્પરતાથી આતંકવાદીઓનો સામનો કરી રહ્યા છે. કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે “કુલગામના અડીગામ દેવસર વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો ફરજ પર છે.”

જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. બે તબક્કામાં મતદાન પણ થયું છે. આતંકવાદીઓનો ઈરાદો ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાનો હોઈ શકે છે. કાશ્મીરમાં યોજાનારી ચૂંટણી આતંકવાદની કમર તોડી નાખશે. જેના કારણે આતંકવાદીઓ હુમલા કરીને ચૂંટણીને પ્રભાવિત કરવા માંગે છે. જો કે, સુરક્ષા દળોની તત્પરતાને કારણે તેઓ અત્યાર સુધી સફળ થયા નથી. આજે ફરી એકવાર તેઓ ઘેરાઈ ગયા છે. મળતી માહિતી મુજબ આતંકીઓ અને સેના વચ્ચે સતત ગોળીબાર થઈ રહ્યો છે. હજુ સુધી કોઈ આતંકવાદી માર્યા ગયા નથી. જો કે આશા છે કે ટૂંક સમયમાં જ તમામ આતંકીઓને ઠાર કરવામાં આવશે.

આ પહેલા પણ કુલગામમાં થયું હતું એન્કાઉન્ટર

આ પહેલા 7 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. બે જવાનો પણ શહીદ થયા હતા. ગત વખતે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ કુલગામના ચિનીગામમાં થઈ હતી. આ દરમિયાન કુલગામમાં જ બે જગ્યાએ એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. ચીનીગામની સાથે મોદરગામમાં પણ એન્કાઉન્ટર થયું હતું.

આ પણ વાંચો :Gujarat Job: શું ગુજરાતમાં યુપી-બિહાર કરતા પણ ઓછુ મળે છે વેતન? રિપોર્ટ જાણી ચોંકી જશો

Read More

Trending Video