Jammu Kashmir: કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

September 22, 2024

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં રવિવારે સાંજે સુરક્ષા દળો દ્વારા ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં ફરી ગોળીબાર શરૂ થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેના વચ્ચે સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. સુરક્ષા દળો સર્ચ અને કોર્ડન ઓપરેશન માટે કિશ્તવાડ જિલ્લાના ગુરીનાલ ગામના ચત્રુ જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં આતંકીઓ સાથે ફાયરિંગની ઘટના સામે આવી છે.

પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે ચત્રુ વિસ્તારના ગુરિનાલ ગામની ઉપરના ભાગમાં દન્ના ધાર જંગલ વિસ્તાર પાસે સેના સાથે સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો દ્વારા પહેલાથી જ શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનનો આ એક ભાગ હતો. તેમણે જણાવ્યું કે ઓપરેશન દરમિયાન જ્યારે સુરક્ષાદળો આતંકવાદીઓ સાથે સામસામે આવી ગયા ત્યારે બંને તરફથી ગોળીબાર થયો હતો.

કિશ્તવાડ જિલ્લામાં ત્રણ દિવસથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે

પોલીસ નિવેદન અનુસાર, દન્ના ધાર જંગલ વિસ્તારની નજીક સુરક્ષા દળો સાથે સંપર્ક સ્થાપિત થયા બાદ ગોળીબાર ફરી શરૂ થયો છે. જંગલોમાં શોધખોળ દરમિયાન સુરક્ષાદળો આતંકવાદીઓ સાથે સામસામે આવી ગયા હતા. જે બાદ બંને તરફથી ગોળીબાર થયો હતો. રિયાસી જિલ્લાના ચાસના વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વ્યાપક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. શુક્રવારે સાંજે રિયાસીમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.

કિશ્તવાડ જિલ્લાના ચત્રુ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ત્રણ દિવસથી અથડામણ ચાલી રહી છે. માનવામાં આવે છે કે આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા છે. આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતીના આધારે, પોલીસે ગુરિનાલ ગામની ઉપરના વિસ્તાર, ધન્ના ધાર જંગલ વિસ્તારની નજીક સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

સંપર્ક સ્થાપિત થયા પછી ફાયરિંગ ફરી શરૂ થયું

પોલીસનું કહેવું છે કે દન્ના ધાર જંગલ વિસ્તારની નજીક સુરક્ષા દળો સાથે સંપર્ક સ્થાપિત થયા બાદ ફરીથી ગોળીબાર શરૂ થયો છે. અગાઉના સર્ચ ઓપરેશન દરમિયાન આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓની હાજરી હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં આને જોતા સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સેના અને પોલીસ વચ્ચે આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે.

 

આ પણ વાંચો: America: આપણું નમસ્તે પણ મલ્ટીનેશનલ થઈ ગયું છે, PM મોદીએ ન્યૂયાર્કમાં શું કહ્યું?

Read More

Trending Video