Jammu Kashmir Election Results 2024:જમ્મુ-કાશ્મીરમાં પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ-NC ગઠબંધન આગળ

October 8, 2024

Jammu Kashmir Election Results 2024:આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પરિણામનો (Jammu Kashmir Election Results ) દિવસ છે જે ત્રણ તબક્કામાં પૂર્ણ થઈ હતી. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પ્રારંભિક વલણો બહાર આવવા લાગ્યા છે. 9 વાગ્યા સુધીના પ્રારંભિક વલણોમાં, ઈન્ડિયા ગઠબંધનને બહુમતી મળતી જણાય છે. 84 સીટોના ​​ટ્રેન્ડમાં અત્યાર સુધી ઈન્ડિયા એલાયન્સ 49 સીટો પર આગળ છે.

ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી શરુ

કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધન, ભારતીય જનતા પાર્ટી (BJP) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના ટોચના નેતાઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં આગામી સરકાર બનાવવા માટે વિશ્વાસ ધરાવે છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (NC)એ ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યું હતું. ગઠબંધનનો દાવો છે કે તેઓ પોતાના દમ પર 90 સભ્યોના ગૃહમાં 46નો જાદુઈ આંકડો પાર કરશે. તે જ સમયે, ભાજપ સ્વતંત્ર ઉમેદવારો પર નિર્ભર છે અને પીડીપીએ કહ્યું કે તેના સમર્થન વિના જમ્મુ-કાશ્મીરમાં કોઈ ધર્મનિરપેક્ષ સરકાર શક્ય નથી. જમ્મુ-કાશ્મીરમાં મતગણતરી માટે ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ 2019માં કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા બંને બેઠકો પર આગળ

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા તેમની બંને બેઠકો બડગામ અને ગાંદરબલ પર આગળ છે. ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં પ્રારંભિક વલણો વચ્ચે, એનસી ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે અમે ચૂંટણી સારી રીતે લડ્યા, આશા છે કે અમે ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરીશું.

મહેબૂબા મુફ્તીની પુત્રી પાછળ

મુફ્તી પરિવારની ત્રીજી પેઢી જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં પોતાનું નસીબ અજમાવવા માટે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી આ ચૂંટણીમાં બિજબેહરા વિધાનસભાથી ઉમેદવાર છે. મહેબૂબા મુફ્તીની પુત્રી બિજબેહરામાં પાછળ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024માં પીડીપીનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પીડીપી માત્ર 5 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 27 વિધાનસભા સીટો પર આગળ છે.

આ પણ વાંચો :  Haryana Assembly Election Results 2024 : પ્રારંભિક વલણોમાં ભાજપને મોટો ફટકો, હરિયાણામાં કોંગ્રેસને મળી બહુમતી

Read More

Trending Video