Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના ડોડામાં સેનાના કેપ્ટન શહીદ, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ

August 14, 2024

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશન દરમિયાન ભારતીય સેનાના એક અધિકારીના શહીદ થવાના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેનાની 48 રાષ્ટ્રીય રાઈફલ્સમાં તૈનાત કેપ્ટન દીપક સેનાના ઓપરેશન દરમિયાન શહીદ થયા હતા. સેનાના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે.

છુપાયેલા આતંકવાદીઓની શોધમાં સેનાનું ઓપરેશન

જણાવી દઈએ કે ડોડામાં એક નાનકડા એન્કાઉન્ટર બાદ આજે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને છુપાયેલા આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે તેઓ શિવગઢ-અસાર પટ્ટામાં ક્યાંક છુપાયેલા છે. બુધવારે સુરક્ષા દળો અને અજાણ્યા આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછો એક આતંકવાદી ઘાયલ થયો હતો.

M4 રાઈફલ મળી, લોહીના ડાઘા અને ત્રણ બેગ મળી

સેનાએ આતંકી પાસેથી એમ4 રાઈફલ કબજે કરી છે. તે જ સમયે, સેનાને વિસ્તારમાં લોહીના ડાઘા મળ્યા, અને ત્રણ બેગ પણ જપ્ત કરવામાં આવી. સેનાના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ અસારના નદી કિનારા વિસ્તારમાં છુપાયેલા છે. આતંકીઓની શોધ દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં સેનાના કેપ્ટન શહીદ થયાના સમાચાર છે.

આ પણ વાંચોSurendranagar Congress : સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ભાજપ આકરા પ્રહાર, ગુજરાતમાં ગાંધી અને સરદારને ભૂલી તમે સાવરકરને કેમ હીરો બનાવવા માંગો છો ?

Read More

Trending Video