Jammu Kashmirના કુપવાડામાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેર્યો

August 28, 2024

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર વિસ્તારમાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અહેવાલો અનુસાર, વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે નિયંત્રણ રેખા નજીક તંગધાર વિસ્તારમાં ખુશાલ પોસ્ટ પર ગોળીબાર શરૂ થયો હતો. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. તેમણે કહ્યું કે ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

એક દિવસ પહેલા, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળોએ એક મોટી સફળતા હાંસલ કરી અને આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું અને આતંકવાદીઓના ત્રણ સહયોગીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. પોલીસે મંગળવારે જણાવ્યું કે ત્રણેયની ઓળખ કરીવા કોલોની બિજબેહરાના રહેવાસી ઉમૈક મુશ્તાક ઝરગર, દાર મોહલ્લા અરવાનીના ઈશફાક અહેમદ ડાર અને દાર મોહલ્લા અરવાનીના રહેવાસી શાહિદ અહેમદ ગધનજી તરીકે થઈ છે.

તેમની ધરપકડથી જિલ્લામાં આતંકવાદી ગતિવિધિઓને મોટો ફટકો પડ્યો છે. તેમની પાસેથી એક પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝીન, 23 પિસ્તોલ રાઉન્ડ અને બે ગ્રેનેડ મળી આવ્યા હતા. વોપજન વિસ્તારમાં આર્મી અને સીઆરપીએફની સાથે પોલીસની સંયુક્ત ટીમ દ્વારા નાકા ચેકિંગ દરમિયાન આ ધરપકડ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Japanમાં 250KMની ઝડપે આગળ વધી રહ્યું છે ચક્રવાત, 8 લાખ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ

Read More

Trending Video