Jamjodhpur : જામ જોધપુરમાં અસામાજિક તત્વોના આતંકથી વ્યાપારીઓ ત્રાહિમામ, 3 હજાર લોકોએ રેલી કાઢી પાઠવ્યું આવેદન પત્ર

July 3, 2024

Jamjodhpur : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાપારીઓને ઊંચા વ્યાજે લોન આપ્યા બાદ જો તેઓ સમયસર લોન ન ચૂકવે તો ધમકીઓ આપવી, મારામારી કરવી, દુકાનોમાં તોડફોડ કરતા હોય છે. પોલીસ પણ આ મામલે જાગી અને ઓછા વ્યાજે લોન આપવાનું શરુ કર્યું હતું. પરંતુ હજુ પણ રાજ્યમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં વ્યાજખોરો નો આતંક વધી રહ્યો છે. જામજોધપુર (Jamjodhpur)માં આવી જ એક ઘટના સામે આવી અને સમગ્ર ગામના વેપારીઓએ બંધ પાડી અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

Jamjodhpur

વ્યાજખોરોના ત્રાસ સામે ગ્રામજનો હડતાળ પર

જામજોધપુરમા બે દિવસ પહેલા એક વેપારીને ત્યાં દુકાનમાં ઘુસી હિંચકારી હુમલો કરવામાં આવ્યો હતો. હવે તે મામલે જામજોધપુર વેપારી ઉપર અસમાજીક તત્વો દ્વારા હુમલાં પ્રકરણમાં વિરોધ સમગ્ર ગામના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આ મામલે ત્રણ હજારથી વધુ વેપારીઓએ ગાંધી ચોકથી રેલી કાઢી મામલદારને આપ્યું આવેદન પત્ર પાઠવ્યું હતું. જામજોધપુરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. અસામાજિક તત્વો પર કડકમાં કડક પગલાં લેવાય તેવી વેપારીઓએ માંગ કરી છે. જામજોધપુર શહેરમાંથી ગુંડાગર્દી નાબૂદ કરવા અપીલ કરી છે.

Jamjodhpur

આ પણ વાંચોHathras Stampede : હાથરસ ઘટનાની FIRમાં ‘ભોલે બાબા’નું નામ જ નહિ, સત્સંગમાં 2.5 લાખ લોકો ભેગા થયાનો દાવો

Read More