Jamangar rain: હવામાન વિભાગની આગાહી( Meteorological Department forecast) મુજબ મેઘરાજાએ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતને (South Gujarat) ઘમરોળ્યું છે. ત્યારે જામનગર (Jamangar) જિલ્લામાં પણ ભારે મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે ભારે વરસાદને પગલે જિલ્લાના નદી,નાળા, ચેકડેમ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. જામનગર જિલ્લા કલેકટર કંટ્રોલ રૂમમાંથી મળતા અહેવાલો મુજબ જામનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા રણજીતસાગર ડેમ સહિત 15 જળાશયો ઓવરફલો થયા હતા.
જામનગર જિલ્લાના કેટલા જળાશયો અને ડેમો થયા ઓવરફ્લો ?
મળતા અહેવાલો મુજબ જામનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા તથા આસપાસના વિસ્તારોના ખેડુતો માટે સિંચાઇમાં મદદરૂપ થતાં સસોઇ ડેમમાં પણ ભરપુર જળરાશીની આવક થતા આ ડેમ પણ છલકાવાની તૈયારીમાં હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે વેણુ-2 સૌરાષ્ટ્રનાં વેણુ-2, વર્તુ, ફોફળ, ઉમીયાસાગર, સસોઇ સહિતનાં અનેક ડેમો બીજીથી ત્રીજી વખત ઓવરફલો થયા છે.જયારે છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટનાં મોજમાં 1, ન્યારી-2માં 0.23 અને ફાડદંગમાં 3.12 ફુટ નવું પાણી આવેલ હતું. જયારે મોરબીનાં ડેમી-1માં દોઢ ફુટ અને મચ્છુ-2માં 0.16 ફુટ તેમજ જામનગર જિલ્લાના સસોઇમાં 3.16 ફુટ, સપડામાં 1.80, વિજરખીમાં ર, કંકાવટીમાં 1 અને રૂપાવટીમાં 4 ફુટ પાણી છેલ્લા 24 કલાકમાં ઠલવાયુ ઠલવાયુ હતું.
આ પણ વાંચો : Rain in Junagadh:જૂનાગઢનું બાંટવા ફરી બન્યું જળમગ્ન, બજારોમાં પાણી ભરાઈ જતા વેપારીઓ અને સ્થાનિકોને હાલાકી