Jabalpur Train Accident: જબલપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેન અકસ્માત, સોમનાથ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

September 7, 2024

Jabalpur Train Accident: મધ્યપ્રદેશના (Madhya Pradesh) જબલપુરમાં (Jabalpur) એક મોટો ટ્રેન અકસ્માત  (Train Accident) થયો છે. જેમાં ઈન્દોરથી જબલપુર જઈ રહેલી સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના (Somnath Express) બે ડબ્બા જબલપુર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત શહેરના બીજા પુલ પાસે થયો હતો. હાલ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી. રેલ્વેના અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત

આ ટ્રેન દુર્ઘટના અંગે પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ટ્રેન ઈન્દોરથી જબલપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર આવી રહી હતી ત્યારે ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેમણે કહ્યું કે ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. તમને જણાવી દઈએ કે આ ઘટના સવારે લગભગ 5.50 વાગ્યે બની હતી. રેલ્વે સ્ટેશનથી 150 મીટરના અંતરે ટ્રેનના કોચ ઉતરે છે. ટ્રેનની સ્પીડ ધીમી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

આ પણ વાંચો : Ganesh Chaturthi 2024: હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર ગણાતી તુલસી ગણેશજીને કેમ નથી ચઢાવવામાં આવતી ? વાંચો તેના પાછળની રસપ્રદ પૌરાણીક કથા

Read More

Trending Video