Jabalpur Factory Blast : મધ્યપ્રદેશમાં જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, બેના મોત, 9 કર્મચારીઓની હાલત ગંભીર

October 22, 2024

Jabalpur Factory Blast : મધ્યપ્રદેશના જબલપુરમાં એક ઓર્ડિનન્સ ફેક્ટરીમાં (હથિયાર બનાવતી કંપની) જોરદાર વિસ્ફોટ થયો છે. ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયામાં થયેલા વિસ્ફોટમાં બે કર્મચારીઓના મોત થયા છે જ્યારે 9 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ બ્લાસ્ટ કંપનીના F6 સેક્શનમાં થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઈમારત પણ ધરાશાયી થઈ ગઈ. ઘણા કર્મચારીઓ કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે. મૃત્યુઆંક વધી શકે છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

વિસ્ફોટમાં ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો

મળતી માહિતી મુજબ વિસ્ફોટમાં ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો અને હજુ પણ ઘણા કામદારો કાટમાળ નીચે ફસાયેલા હોવાના અહેવાલ છે. વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોની ઓળખ અને મદદ માટે બચાવ કામગીરી હાથ ધરી રહ્યું છે. આ દુ:ખદ અકસ્માતમાં બે કામદારોના મોતની પુષ્ટિ થઈ છે અને અન્ય નવને ગંભીર ઈજાઓ થતા સારવાર આપવામાં આવી રહી છે. ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

આ પણ વાંચોVadodara Rape Case : વડોદરાના ભાયલી સામુહિક દુષ્કર્મ કેસમાં ચાર્જશીટ દાખલ કરાઈ, 17 દિવસમાં પોલીસે તૈયાર કરી ચાર્જશીટ

Read More

Trending Video