બબીતા ​​ફોગાટે જ પહેલવાનોને બ્રિજભૂષણ સિંહ સામે ઉશ્કેર્યા હતા : સાક્ષી મલિકના દાવાથી હડકંપ

October 22, 2024

Sakshi Malik on Babita Phogat: કુસ્તીબાજ અને ઓલિમ્પિયન સાક્ષી મલિક (Sakshi Malik) અવારનવાર બીજેપી નેતા બબીતા ​​ફોગાટ (Babita Phogat) પર પ્રહારો કરે છે. ત્યારે ફરી એકવાર તેણે બબીતા ​​ફોગટ વિશે મોટો દાવો કર્યો છે કે બબીતાએ જ બ્રિજ ભૂષણ કેસમાં (Bridge Bhushan Case) કુસ્તીબાજોને વિરોધ કરવા માટે ઉશ્કેર્યા હતા. તેમનો આરોપ છે કે બબીતા ​​બ્રિજ ભૂષણને ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ પદ પરથી હટાવીને પોતે પ્રમુખ બનવા માંગતી હતી. બીજેપી નેતાઓ બબીતા ​​ફોગાટ અને તીરથ રાણાએ અમને ટેકો આપ્યો હતો અને તેમણે જ અમને હરિયાણામાં વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી હતી.

સાક્ષી મલિકનો બબીતા ​​ફોગાટને લઈને મોટો દાવો

એક ઇન્ટરવ્યુ દરમિયાન જાણીતી રેસલિંગ પ્લેયર સાક્ષી મલિકે બબીતા ​​ફોગટ વિશે દાવો કર્યો હતો કે બબીતા ​​ફોગટે ઘણા રેસલર્સની મીટિંગ બોલાવી હતી. આ બેઠકમાં તેમણે કુસ્તીબાજોને કુસ્તી મહાસંઘની અંદર થતી છેડતી અને ગેરવર્તણૂકની ઘટનાઓનો વિરોધ કરવા અપીલ કરી હતી. તેણે કહ્યું કે વિરોધ સંપૂર્ણપણે બબીતા ​​ફોગાટના કહેવા પર નથી થયો, પરંતુ વિરોધ કરવાનું તેમનું સૂચન હતું.

અમને લાગ્યું કે બબીતા ​​પણ અમારી સાથે વિરોધમાં જોડાશે : સાક્ષી મલિક

સાક્ષીએ કહ્યું કે અમે જાણતા હતા કે ફેડરેશનમાં છેડતી અને યૌન ઉત્પીડન જેવા ગંભીર મુદ્દા છે, જેનો અમે વિરોધ કર્યો હતો. અમે ઈચ્છતા હતા કે બબીતા ​​ફોગટ રેસલિંગ ફેડરેશનની પ્રેસિડેન્ટ બને જેથી બબીતા ​​ફોગટ જેવી મહિલા ખેલાડીના નેતૃત્વમાં સકારાત્મક ફેરફારો થઈ શકે. જ્યારે અમે વિરોધ શરૂ કર્યો ત્યારે અમને લાગ્યું કે બબીતા ​​પણ અમારી સાથે વિરોધમાં જોડાશે. એક સાથી કુસ્તીબાજ તરીકે તે દુર્વ્યવહાર અને છેડતીના આ મામલાઓ સામે અવાજ ઉઠાવશે પરંતુ એવું થયું નહીં. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તે આટલી મોટી રમત રમશે.

કોંગ્રેસના સમર્થનને લઈને સાક્ષીએ શું કહ્યું ?

તમને જણાવી દઈએ કે ગત વર્ષે બીજેપીના પૂર્વ સાંસદ અને રેસલિંગ ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર ઘણી મહિલા રેસલર્સ દ્વારા છેડતી અને ગેરવર્તણૂકનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ બાબતને લઈને કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર લાંબા સમય સુધી પ્રદર્શન કર્યું અને બ્રિજ ભૂષણ વિરુદ્ધ તપાસની માંગ કરી. આ સમયે ઘણી વખત કોંગ્રેસના નેતાઓ પણ તેમનું સમર્થન કરતા જોવા મળ્યા હતા. જ્યારે તેણીને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસે તેણીને સમર્થન આપ્યું છે, તો સાક્ષીએ તેનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે ખોટું છે, એવું કંઈ થયું નથી.

આ પણ વાંચો : રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર પર 1 કરોડ રૂપિયાનું ઈનામ કેમ રાખ્યું? જાણો કેમ બની ગયા બંને એકબીજાના દુશ્મન

Read More

Trending Video