Ahmedabad News : અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન (Swati Buildcon) અને તેના કનેક્શનના મહેશ રાજ કેમિકલ ગ્રુપ (Mahesh Raj Chemicals Private Limited) સહિત 40 જેટલા સ્થળોએ 100 થી વધુ અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈન્કમ ટેક્સની (Income tax) આ કાર્યવાહીથી બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપ્યો છે.
અમદાવાદમાં IT વિભાગની મોટી કાર્યવાહી
લાંબા સમય બાદ અમદાવાદમાં ઈન્કમ ટેક્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આવકવેરા વિભાગે અમદાવાદમાં અગ્રણી બિલ્ડરોને (builders) ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જે અંતર્ગત શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર તવાઈ બોલાવી છે. આ સાથે સ્વાતિ સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડવામા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
35થી 40 જેટલા સ્થળોએ દરોડા
જાણકારી મુજબ સ્વાતિના અશોક અગ્રવાલ (Ashok Aggarwal) અને સાંકેત અગ્રવાલ (Sanket Aggarwal) સહિતના ભાગીદોરોને ત્યાં પણ તપાસ કરવામા આવી રહી છે. આંબલી રોડ પર આવેલી મુખ્ય ઓફિસ પર પણ ઈન્કમટેક્સે દરોડા પાડ્યા હતા, અમદાવાદમાં 35થી 40 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું સામે આવ્યું છે.
મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા
ઇન્કમટેક્સ વિભાગના આ ઓપરેશનમાં અમદાવાદ, બરોડા તેમજ રાજકોટના 100 થી પણ વધુ અધિકારીઓ જોડાયા છે. આ તપાસની અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામા આવી રહી છે.