Ahmedabad News : અમદાવાદમાં IT વિભાગનું ફરી સુપર ઓપરેશન શરુ થયું છે. આવકવેરા વિભાગ દ્વારા શહેરના વિવિધ સ્થળોએ દરોડા પાડવામા આવ્યા છે. જેમાં 20થી વધુ સ્થળોએ 100થી વધુ અઘિકારીઓએ તવાઇ બોલાવતા હળકંપ મચી ગયો છે. આઈટી વિભાગે 2 કેમિકલ વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે, જેમાં બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે.
20થી વધુ જગ્યાઓ પર દરોડા
અમદાવાદમાં આજે IT વિભાગે અનેક સ્થળે દરોડા પાડ્યા હતા. જાણકારી મુજબ આવકવેરા વિભાગની ટીમ શહેરમાં 20થી વધુ જગ્યાઓ પર ત્રાટકી હતી. આ દરોડામાં કુલ 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. IT વિભાગે બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ સહિત અનેક કેમિકલના વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરી હતી.
મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા
IT વિભાગે અમદાવાદના જાણીતા વેપારી કેયુરભાઈ શાહ સહિત કેમિકલના અનેક વેપારીઓને ત્યાં તપાસ શરુ કરી છે આ તપાસમાં મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે