ભાજપના નેતાઓ ટ્વિટ કરવાની જગ્યાએ પરિસ્થિતિ સુધારે: ઈસુદાન ગઢવી

April 14, 2025

Isudan Gadhvi: બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે, હવે વિદ્યાર્થીઓ તેમના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. બિહાર, આસામ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં બોર્ડના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન, વિપક્ષે ભાજપ સરકારના શિક્ષણ મોડેલ પર નિશાન સાધ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત બોર્ડના પરિણામોનું ઉદાહરણ આપીને ભાજપ પર પ્રહારો કર્યા છે. અને તેને લઈને જ આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જવાબ આપતું ટ્વીટ કર્યું છે. અને લોકોમાં ખોટો ભ્રમ ફેલાવવાને લઈને ઝાટકણી કાઢી છે.ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના આ ટ્વિટને લઈને ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ વળતો પ્રહાર કર્યો છે.

ગુજરાતના શિક્ષણ મોડેલ ઉપર હાલ રાજકારણ ગરમાયુ

ગુજરાતના શિક્ષણ મોડેલ ઉપર હાલ રાજકારણ ગરમાયુ છે. હવે શિક્ષણ મોડેલ ઉપર રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા વોર જામ્યું છે. અખિલેશ યાદવ અને કેજરીવાલ બાદ ઈસુદાન ગઢવીએ આ મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા છે. અને ઈસુદાન ગઢવીએ ભાજપ સામે સવાલ ઉઠાવ્યા છે.

ગુજરાતના શિક્ષણ મોડેલ મુદ્દે ઈશુદાન ગઢવીનો હર્ષ સંઘવીને સણસણતો જવાબ

તેમણે કહ્યું કે, આપએ બે વર્ષ પહેલાં ધોરણ 10માં 157 સ્કૂલોના શૂન્ય રિઝલ્ટનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભાજપના લોકો કહે છે કે રીઝલ્ટ જૂનું છે, પરંતુ ગુજરાતનું જ છે ને. બે વર્ષ જૂનું રિઝલ્ટ હોય કે 30 વર્ષ જૂનું, ગુજરાતની શાળાઓનું જ હતું. વધુમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી નાખી.વધુમાં તેમણે હર્ષ સંઘવી પર પ્રહાર કરતા કહ્યુ કે, ભાજપના નેતાઓ ટ્વિટ કરવાની જગ્યાએ પરિસ્થિતિ સુધારે. ઈશુદાન ગઢવીએ શિક્ષણ મોડેલને લઈને હર્ષ સંઘવીને સણસણતો જવાબ આપ્યો છે. ત્યાર

આ પણ વાંચો Murshidabadમાં હિંસા પર કેન્દ્ર સરકારે કરી કડક કાર્યવાહી, કેન્દ્રીય દળની 15 કંપનીઓ તૈનાત

Read More

Trending Video