Isudan Gadhvi : ગુજરાતમાં (Gujarat) છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને (farmers) પહેલા અતિવૃષ્ટિના કારણે પાકમાં ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ માવઠાના કારણે ખેડૂતોના પાકમાં નુકશાની મળી હતી. અને હવે જયારે પાક લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચે એટલે ત્યાં મગફળીના પૂરતા ભાવ મળી રહ્યા નથી. હવે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી મેદાને આવ્યા છે. અને તેમણે ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળી રહ્યા નથી જેને લઈને હવે અવાજ ઉઠાવ્યો છે. અને સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા છે. ખેડૂતોના ટેકાના ભાવ નહિ મળે તો ગાંધીનગરનો ઘેરાવો કરવાની પણ ચીમકી આપી છે.
મગફળીના ટેકાના ભાવને લઈને ઈસુદાન ગઢવીના સરકાર પર પ્રહાર
ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ ના મળતા હવે આપ પ્રદેશ પ્રમુખે ટેકાના ભાવને લઈને સરકાર સામે માંગ કરી છે અને કહ્યું છે કે, ખેડૂતોના ખેતરમાં મગફળી આવી ગઈ છે પરંતુ ખેડૂતોને મગફળીના ભાવ મળી રહ્યા નથી. 2014માં મગફળીનો 1100-1200 ભાવ મળતો હતો પરંતુ હાલ 2024માં ફક્ત 900-950 ભાવ મળી રહ્યો છે. હાલ 1357 તો મગફળીનો પ્રતિ મણ ટેકાનો ભાવ છે. પરંતુ સરકાર આ ભાવે મગફળી ખરીદતી નથી.
ભાવ સરખા નહિ મળે તો ગાંધીનગરમાં ઘેરાવો કરવાની આપી ચીમકી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્વામિનાથન કમિટી અનુસાર તો 2400-2500 નો મગફળીનો ભાવ મળે. ગુજરાત સરકાર ટેકાના ભાવના આધારે મગફળીની ખરીદી કરી નથી રહી જેના લીધે ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો નથી. સ્વામીનાથન કમિશનના આધારે ખેડૂતોને મગફળીનો ભાવ આપવામાં આપવો જોઈએ, જે સરકાર કરી શકતી નથી. પરંતુ ગુજરાત સરકારે નક્કી કરેલ ટેકાના ભાવે પણ મગફળીની ખરીદી સરકાર કરી રહી નથી. જો સરકાર ટેકાના ભાવે ખરીદી નઈ કરે તો ખેડૂતોને સાથે રાખી આમ આદમી પાર્ટી આંદોલન કરશે અને ગાંધીનગરનો ઘેરાવો કરવામાં આવશે. ખેડૂત પીડાય છે અને ભાજપના ધારાસભ્યો અને સાંસદ સભ્યો મૌન છે.
આ પણ વાંચો : પરેશ ધાનાણીએ પોતાની તબિયતને લઈને કર્યો ખુલાસો, હોસ્પિટલમાંથી વીડિયો બનાવી આપી જાણકારી