Isudan Gadhvi : ગુજરાતમાં દીકરીની આબરૂની તો જાણે કોઈ કિંમત જ ના હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી બની રહેલી ઘટનાઓના કારણે ગુજરાતમાં દીકરીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં આ મામલે સરકાર, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વિભાગની કામગીરી પર મોટા સવાલો ઉભા થઇ રહ્યા છે. દુષ્કર્મની બનતી ઘટનાઓને લઈને લોકોમાં ભારે રોશની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ હર્ષ સંઘવી અને પોલીસ વિભાગ પર આકરા પ્રહારો કર્યા હતા.
ગુજરાતમાં દીકરીઓની સલામતીને લઈને ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ હર્ષ સંઘવીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાકે દિવસથી દીકરીઓ સાથે દુષ્કર્મના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મહિલા સલામતી માટે જાણીતા ગુજરાતમાં જ અત્યારે દીકરીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. આ મામલે તેમણે કહ્યું કે, વડોદરા, સુરત બાદ હવે અમદાવાદ અને માંડવીમાં ફરીથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એક બાદ એક વિકાસયાત્રા, વિકસિત ભારત યાત્રા જેવી યાત્રાઓ કાઢ્યા કરે છે. પરંતુ શું આ છે તેમનો વિકાસ ? જે ભાજપ સરકાર સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે તેમાંથી કોઈ પણ શું આ દીકરીઓની આબરૂને બચાવી શક્ય ખરા ? આબરૂ બચાવવાની વાત તો દૂર રહી ઉલટાનું જલેબીઓ ખાવા બેસી જાય છે. અરે દીકરીની આબરૂ લૂંટાતી હોય તેમને સજા પણ નથી કરાવી શકતા અને જલેબી વિતરણના કાર્યક્રમ રાખો છો. દીકરીઓ સલામત નથી તો ગૃહમંત્રી શેની વિકસિત યાત્રા કાઢી રહ્યા છે? આમ આદમી પાર્ટીએ અનેક વિરોધ પ્રદર્શનો કર્યા અને સવાલ પૂછ્યા પરંતુ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે એક પણ સવાલનો જવાબ નથી.
આ પણ વાંચો : Gujarat Rain Alert : ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ગરબાની મજા બગાડશે વરસાદ! આગામી 2 દિવસ માટે IMD એલર્ટ