Isudan Gadhvi : ગુજરાતમાં પુર બાદ આપ નેતાઓ જાગ્યા, ઈસુદાન ગઢવી દ્વારકામાં પાણી ઓસર્યા બાદ પહોંચ્યા મુલાકાતે

August 30, 2024

Isudan Gadhvi : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસમાં વરસાદે વિનાશ વેર્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે લોકોને ભારે નુકશાન પણ થયું છે. પરંતુ લોકો બોલે કે ન બોલે પણ નેતાઓ આ મામલે બોલવા આગળ આવી જાય છે. પરંતુ જયારે લોકોની મદદ કરવાની વાત આવે ત્યારે કેમ પોતાના ઘરની અંદર ઉંદરની જેમ પુરાઈ જાય છે. વરસતા વરસાદે તો ક્યાંક નેતાઓ જો પહોંચ્યા હોત તો તેમની કદાચ આ બધી વાતો વ્યાજબી પણ લાગે. ત્યારે હવે આ મામલે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ મેદાને આવ્યા છે. ત્યારે પૂર બાદ તેઓ દ્વારકાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી હાલ દ્વારકા જિલ્લાની મુલાકાતે છે. અને ગામોમાં જ્યાં લોકોને ખૂબ જ નુકસાન થયું છે તેવી જગ્યાએ જઈને ઈસુદાન ગઢવીએ લોકોની પરિસ્થિતિ જાણી. અને તેમને હિંમત આપી. ત્યારબાદ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, એક બાજુ ઘણા દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું વાતાવરણ છે અને બીજી બાજુ વેરાવળ, કચ્છ અને અમદાવાદમાં સ્થાપિત રડાર સિસ્ટમ બરાબર કામ નથી કરતી. જેના કારણે સરકારને જ ખ્યાલ નથી કે કેટલો વરસાદ પડશે અને કેટલી ઝડપે પવન ફૂંકાશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, દ્વારકાના અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યો છું. અહીંયા ઘણા થાંભલા ફક્ત લટકી રહ્યા છે અને ગમે ત્યારે પડી શકે તેવી પરિસ્થિતિમાં છે. ઘણી જગ્યાએ થાંભલા પડી ગયા છે. પરંતુ તંત્ર પહોંચ્યું નથી. કેટલીય જગ્યાએ જમીનનું ધોવાણ થયું છે, પશુઓ મૃત્યુ પામ્યા છે. અને ઘણી જગ્યા પર ખેડૂતો બે-બે દિવસથી પુરાઈ રહ્યા છે. વરસાદ બંધ થયા બાદ તંત્રએ ગામડાઓમાં પહોંચવું જોઈએ પરંતુ તંત્ર પહોંચ્યું નથી. તાત્કાલિક ધોરણે સૌપ્રથમ કેસ ડોલની વ્યવસ્થા કરો, તાત્કાલિક ધોરણે સરકાર ખેડૂતો, માલધારીઓ અને માછીમારો માટે 2000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરે. હું નરેન્દ્રભાઈ મોદીને પણ કહીશ કે કેન્દ્ર સરકાર પણ 2000 કરોડનું રાહત પેકેજ જાહેર કરે.

પરંતુ સાહેબ અહીંયા સવાલ એ છે કે અત્યારે પૂરના પાણી ઓસર્યા બાદ જ કેમ મુલાકાતે પહોંચ્યા. તમને લોકોની એટલી જ ચિંતા હોય તો એ સમયે રેસ્ક્યુ વખતે કે લોકો પાસે ખાવા પીવાની વસ્તુઓ નહોતી ત્યારે પહોંચ્યા હોત. અત્યારે જઈને રાજકારણ રમવાની શું જરૂર છે ?

આ પણ વાંચોIndian GDP : જીડીપી વૃદ્ધિમાં ઘટાડો…એપ્રિલ-જૂન 2024માં અર્થવ્યવસ્થા ધીમી પડી, 5 ક્વાર્ટરમાં સૌથી નીચી

Read More

Trending Video