Gaganyaan Launch Mission : ઈસરોએ રચ્યો ઈતિહાસ, Gaganyaan મિશનના ક્રૂ-મોડ્યૂલનું સફળ લોન્ચિંગ

તમને જણાવી દઈએ કે, આ પહેલા લોન્ચિંગ પહેલા કેટલીક ટેકનિકલ ખામી સામે આવી હતી.

October 21, 2023

GaganyaanMissionLaunch : ગગનયાન આજે સવારે 10 વાગ્યે ફરીથી લૉન્ચ કરવામાં આવ્યું હતું, ટેકનિકલ ખામીને તરત જ સુધારી લેવામાં આવી છે. ઈસરોએ આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા લોન્ચિંગ પહેલા કેટલીક ટેકનિકલ ખામી સામે આવી હતી.

Gaganyaan ના ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ સફળ પ્રક્ષેપણ

ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1ની સફળતાથી પ્રોત્સાહિત થઈને ISRO એ અગાઉ તેના ગગનયાન મિશન માટે માનવરહિત ઉડાનનું પરીક્ષણ મુલતવી રાખ્યું હતું પરંતુ હવે ટેકનિકલ ખામીને સુધારી અને ફરીથી કરવામાં આવી છે.  ISRO એ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 10 વાગ્યે ગગનયાન મિશનના ટેસ્ટ વ્હીકલને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (TV-D1) નામ આપવામાં આવ્યું હતું.

ટેકનિકલ ખામી સર્જાઈ હતી

આ પહેલા આ ફ્લાઈટ ટેસ્ટ આજે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લેવાનું હતું. પ્રથમ, પરીક્ષણ ફ્લાઇટનો સમય, જે સવારે 7 વાગ્યે શરૂ થવાનો હતો, તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને પછી તેને લોન્ચની માત્ર પાંચ સેકન્ડ પહેલા બંધ કરી દેવામાં આવ્યો હતો. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે ટેકનિકલ ખામીઓને કારણે હાલમાં તેને મોકૂફ રાખવામાં આવી છે. વાહન સંપૂર્ણપણે સલામત છે.

ઈસરોના વડાએનું નિવેદન

ઈસરોના વડાએ મિશનની સફળતાની જાહેરાત કરી અને કહ્યું કે ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવામાનની સમસ્યા પછી, લિફ્ટ ઑફ પ્રક્રિયા દરમિયાન, કમ્પ્યુટરે એન્જિનમાં ખામી દર્શાવી અને ઈસરોની ટીમે તરત જ તેને સુધારી અને અમે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી.

ISRO નું લક્ષ્ય

ISRO નું લક્ષ્ય 3 દિવસના ગગનયાન મિશન માટે 400 કિમી નીચલી પૃથ્વી ભ્રમણકક્ષામાં માનવોને અવકાશમાં મોકલવાનું અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનું છે.

રોકેટથી 17 કિમી ઉપર મોકલવામાં આવ્યું

ઈસરોના ગગનયાન ક્રુ એસ્કેપ સિસ્ટમનું પહેલી જ વારમાં ટેસ્ટિંગ સફળ થયું છે. રોકેટને 17 કિલોમીટર ઉપર મોકલાયું અને પેરાસુટથી બંગાળની ખાડીના સમુદ્રમાં સફળ લેન્ડિંગ કરાયું આજ મોડ્યુલમાં ભાવિ અવકાશયાત્રીઓ સફર કરશે.

Read More

Trending Video