Aditya L1 : ISRO ના મિશન સુર્યયાનથી શું મળશે? મિશન પાછળ કેટલો ખર્ચ થયો છે, જાણો

September 2, 2023

ચંદ્રયાન-3 ની સફળતાથી અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતનું કદ વિસ્તર્યું છે. ભારતના આ મિશન બાદ હવે ઈસરોએ સુર્યને સર કરવાની યોજના બનાવી છે. ઈસરો આદિત્ય એલ-1 મિશનની જાહેરાત કરી છે અને આ મિશન અંતરિક્ષ એજન્સી આજે 2જી સપ્ટેમ્બર લોન્ચ કરશે. સૂર્યના રહસ્યને ઉજાગર કરવા માટે ઈસરોના આ મિશનમાં 368 કરોડનો ખર્ચો થવાનો છે. આદિત્ય એલ-1 મિશનથી અવકાશમાં હવામાન, સુર્યના કોરોનાનું તાપમાન, સૌર તોફાન, એમિશન્સ અને પારજાંબલી કિરણોથી ધરતી અને ખાસ કરીને ઓઝોનના સ્તર પર પડતી અસરોનો અભ્યાસ કરી શકશે.

મિશન હેઠળ અલગ-અલગ પ્રકારના ડેટા જમા કરવામાં આવશે જેથી કોઈ એવી સિસ્ટમ બનાવી શકાય કે જેનાથી નુકસાનકારક સૌરવાયુ અને તોફાનની જાણકારી મળતાની સાથે જ સાવધાનીનું એલર્ટ જાહેર કરી શકાય.

આદિત્ય એલ1 મિશન માટે જરૂરી ઈન્ટ્રુમેન્ટ્સ સોલર અલ્ટ્રાવાયલેટ ઈમેજિંગ ટેલિસ્કોપ (SUIT) ના પુણેના ઈન્ટર યૂનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) એ તૈયાર કર્યું છે.

તૈયારીઓ પૂર્ણ, લોન્ચિંગની રાહ

ભારતનું સુર્ય મિશન એટલે કે Aditya-L1 મિશનના લોન્ચિંગની બધી જ તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. PSLV-C57 રોકેટ ભારતના પહેલા સોલાર મિશનને લઈને લોન્ચ પેડ પર પહોંચી ચુક્યું છે. 30મી ઓગસ્ટ 2023ના લોન્ચ રિહર્સલ પૂર્ણ થઈ ચુક્યું છે. રોકેટે બધા પાસાઓ ચકાસી લીધાં છે અને બધુ જ યોગ્ય રીતે ચાલી રહ્યું છે.

કેટલે સુધી જશે Aditya L1

IUCAA ના વૈજ્ઞાનિક અને SUIT ના પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર પ્રો. દુર્ગેશ ત્રિપાઠીએ જણાવ્યું કે, ઈસરોના સૂર્ય મિશન આદિત્ય એલ-1 (Aditya L1 ) ધરતીથી સુર્ય તરફ 15 લાખ કિમી સુધી જશે અને સુર્યનો અભ્યાસ કરશે. તેમણે જણાવ્યું કે, સુર્યમાંથી મોટી માત્રામાં પારજાંબલી કિરણો નિકળી રહી છે અને તેને ટેલિસ્કોપ (SUIT) થી 2000-4000 એંગસ્ટ્રોમના વેવલેન્થના પારજાંબલી કિરણોની સ્ટડી કરવામાં આવશે. આ પહેલા દુનિયામાં આ કક્ષાની પારજાંબલી કિરણોની સ્ટડી નથી કરવામાં આવી.

isro aditya l1 mission
isro aditya l1 mission launch today

ખાસિયતો

  • આદિત્ય એલ1 મિશન સાત પેલોડ લઈને જશે જે અલગ-અલગ વેવ બેંડમાં ફોટોસ્ફેયર (પ્રકાશમંડળ), ક્રોમોસ્ફેયર (સુર્યની દેખાઈ રહેલી સપાટીથી ઉપરની સપાટી) અને સુર્યની સૌથી બહારની સપાટીની જાણકારી એકઠી કરશે.
  • સાતમાંથી ચાર પેલોડ સતત સુર્ય પર નજર રાખશે જ્યારે ત્રણ પેલોડ પરિસ્થિતિ પ્રમાણે કણો અને મેગ્નેટિક ફિલ્ડની સ્ટડી કરશે.
  • IUCAA ના એક અન્ય વૈજ્ઞાનિક પ્રૉ. રામપ્રકાશે જણાવ્યું કે, સૂર્યની ઉપરી સપાટી પર કેટલાક વિસ્ફોટ થતા રહે છે પણ તે ક્યારે થશે અને તેની અસર શું થશે તેની સટીક જાણકારી નથી એવામાં આ ટેલિસ્કોપનો એક હેતુ તેનો અભ્યાસ કરવાનો પણ છે. આ માટે અમે એક AI બેઝ્ડ તત્વ તૈયાર કર્યું છે જે વિસ્ફોટોનો ડેટા જમા કરી તેનું મુલ્યાંકન કરશે.
Read More

Trending Video