Netanyahu: બેન્જામિન નેતન્યાહુએ અમેરિકી સંસદને સંબોધિત કરતા હમાસ સામેના યુદ્ધમાં અમેરિકા દ્વારા આપવામાં આવતી મદદ વધારવાનો અનુરોધ કર્યો હતો. હજારોની ભીડની સાથે ડેમોક્રેટિક પાર્ટીના 50થી વધુ સાંસદોએ ઈઝરાયેલના વડાપ્રધાનના આ સંબોધનનો વિરોધ કર્યો હતો.
ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ અમેરિકાના પ્રવાસે છે. ગાઝા યુદ્ધમાં અમેરિકાની મદદને વધુ વધારવા તેઓ અહીં પહોંચ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાનની આ મુલાકાત વિવાદોમાં ઘેરાયેલી છે, છેલ્લા બે મહિનાથી અમેરિકાની યુનિવર્સિટીઓ અને ગલીઓમાં ઇઝરાયલના વિરોધમાં દેખાવો થઇ રહ્યા છે અને નેતન્યાહૂની મુલાકાત દરમિયાન પણ આ પ્રદર્શનો ચાલુ રહ્યા હતા. નેતન્યાહુએ 24 જુલાઈએ યુએસ કોંગ્રેસને સંબોધિત કરી હતી. તેમના સંબોધન દરમિયાન સંસદની અંદર અને બહાર બંને જગ્યાએ વિરોધ જોવા મળ્યો હતો.
લગભગ 50 સાંસદોએ બેન્જામિન નેતન્યાહુના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો. તે જ સમયે, હજારો લોકોએ વિરોધ કર્યો અને દેશની રાજધાની વોશિંગ્ટન તરફ કૂચ કરી. તેમના સમગ્ર સંબોધન દરમિયાન, નેતન્યાહુએ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો બચાવ કર્યો અને અમેરિકન વિરોધીઓની નિંદા કરી, જ્યારે યુદ્ધ અને અશાંતિ માટે ઈરાનને દોષી ઠેરવ્યુ.
“સંપૂર્ણ વિજય સુધી યુદ્ધ ચાલુ રાખવાનો સંકલ્પ કરો”
યુએસ સંસદને સંબોધતા બિડેને નવ મહિના સુધી ચાલેલા ગાઝા યુદ્ધને ‘સંપૂર્ણ વિજય’ સુધી ચાલુ રાખવાનું વચન આપ્યું હતું. આ સિવાય તેમણે હમાસ સામેના યુદ્ધમાં અમેરિકા દ્વારા આપવામાં આવતી મદદ વધારવાનો અનુરોધ કર્યો હતો. “અમેરિકા અને ઇઝરાયેલે સાથે ઊભા રહેવું જોઈએ,” નેતન્યાહુએ કહ્યું, “જ્યારે આપણે સાથે આવીએ છીએ, ત્યારે ખરેખર કંઈક મહાન બને છે.” અમે જીતીએ છીએ, તેઓ હારી જાય છે.
નેતન્યાહુએ ચાલુ યુદ્ધ સામે પોતાનો બચાવ કર્યો, ઇઝરાયલના વિરોધીઓને મદદ કરવા તરીકે તેનો વિરોધ કરી રહેલા તરફ ઇશારો કર્યો. નેતન્યાહુના સંબોધન દરમિયાન ઘણા સાંસદોએ તાળીઓ પાડી હતી પરંતુ ડેમોક્રેટિક પાર્ટીના અગ્રણી સાંસદોએ તેમ કર્યું ન હતું. આ સમય દરમિયાન, હમાસ પાસેથી છોડાવવામાં આવેલ ઇઝરાયલી બંધક નોહ અર્ગમાની પણ હાજર હતો.
ઘણા મોટા સાંસદોએ વિરોધ કર્યો
ડેમોક્રેટિક પાર્ટીના 50થી વધુ સાંસદો અને સ્વતંત્ર સાંસદ બર્ની સેન્ડર્સે નેતન્યાહુના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ તેમના સંબોધનમાં ભાગ લઈ શક્યા ન હતા, તેમના ન આવવાનું કારણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ તરીકે આપવામાં આવ્યું હતું. ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ પૅટી મુરે, મિશિગનના ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ રશિદા તલાઈબે પણ સંબોધનનો વિરોધ કર્યો હતો.
રશીદા તલાઈબ પેલેસ્ટિનિયન મૂળની અમેરિકન સાંસદ છે, તેમનો પરિવાર પશ્ચિમ કાંઠે રહે છે. તેમના સંબોધન દરમિયાન, રશીદા તલિબે તેના હાથમાં એક પ્લેકાર્ડ પકડ્યું હતું જેમાં લખ્યું હતું, “યુદ્ધ ગુનેગારો.”
39 હજાર લોકોએ વિરોધ કર્યો
લગભગ 39 હજાર લોકોએ અમેરિકાના રસ્તાઓ પર વિરોધ કર્યો હતો. વોશિંગ્ટનના રસ્તાઓ પર લોકોના ટોળાએ ઘેરી લીધું હતું. દેખાવકારોએ પેલેસ્ટિનિયન ધ્વજ અને પ્લેકાર્ડ હાથમાં રાખ્યા હતા. વિરોધીઓએ ઈઝરાયેલ પર ઑક્ટોબર 7ના હુમલા બાદ ઈઝરાયેલી અને અમેરિકન બંધકોને મુક્ત કરવામાં નેતન્યાહૂની નિષ્ફળતાની નિંદા કરી હતી. રાજધાની વોશિંગ્ટન તરફ આગળ વધી રહેલા દેખાવકારોના ટોળાને રોકવા માટે પોલીસે મરીના સ્પ્રે અને હળવા બળનો ઉપયોગ પણ કર્યો હતો.