Israel Hamas War: હમાસ શું છે અને તે શું ઈચ્છે છે ? જાણો તેના વિશે સમગ્ર માહિતી

હમાસ એક આતંકવાદી સંગઠન છે. તેની સ્થાપના 1987 માં પેલેસ્ટાઈન શેખ અહમદ યાસીન દ્વારા કરવામાં આવી હતી.

October 22, 2023

ઈઝરાયેલ (Israel) પરના હુમલા બાદ આતંકવાદી સંગઠન હમાસનું (terrorist organization hamas) નામ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયું છે. હમાસના હુમલામાં ઈઝરાયેલના એક હજારથી વધુ નાગરિકો માર્યા ગયા હતા જ્યારે ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ચાલો જાણીએ કે હમાસનો નેતા કોણ છે, તેનો લોહિયાળ ઈતિહાસ શું છે અને તે શું ઈચ્છે છે.

યુદ્ધમાં અનેક લોકોના મોત થયા

આતંકવાદી સંગઠન હમાસનું નામ હાલમાં આખી દુનિયામાં છવાઈ ગયું છે. તેનું કારણ ઈઝરાયેલ પરનો તેનો હુમલો છે. આ હુમલામાં 1000થી વધુ ઈઝરાયેલના લોકો માર્યા ગયા હતા. તેમજ ઇઝરાયેલની જવાબી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 830 પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે, જ્યારે 4250 ઘાયલ થયા છે.

હમાસ શું છે ?

હમાસ એક આતંકવાદી સંગઠન છે. તેની સ્થાપના 1987 માં પેલેસ્ટાઈન શેખ અહમદ યાસીન દ્વારા કરવામાં આવી હતી. હમાસ એ વાસ્તવમાં એક ટૂંકું નામ છે, જેનું ફૂલફોર્મ Harakat al-Muqawama al-Islamiya (Islamic Resistance Movement) છે.

હમાસને આતંકવાદી સંગઠન ક્યારે જાહેર કરવામાં આવ્યું?

હમાસે ઈઝરાયલનો (Israel Hamas War) નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેણે અનેક વાર ઈઝરાયેલના નાગરિકો અને સૈનિકો પર હુમલા કર્યા છે. US એ 1997માં હમાસને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું હતું. જે બાદ યુકે, કેનેડા સહિતના અનેક દેશોએ તેને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું છે.

હમાસે ગાઝા પર ક્યારે કબ્જો કર્યો ?

હમાસે 2006માં સંસદીય ચૂંટણી જીતી હતી. આ પછી, 2007 માં તેણે હિંસાના આધારે પેલેસ્ટિનિયન ઓથોરિટી પાસેથી ગાઝા પટ્ટી છીનવી લીધી. પેલેસ્ટિનિયન ઓથોરિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી હતી. તે હવે ઇઝરાયેલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠાના અર્ધ-સ્વાયત્ત વિસ્તારોનું સંચાલન કરે છે. હમાસે ગાઝા પટ્ટી પર કબજો કર્યા પછી, ઇઝરાયેલે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી અને લોકો અને માલસામાનની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો. પરિણામ એ આવ્યું કે ગાઝાનું અર્થતંત્ર બરબાદ થઈ ગયું.

હમાસને આ દેશોએ આપ્યું છે સમર્થન

હમાસને કતાર અને તુર્કી જેવા આરબ દેશોનું સમર્થન પણ છે. છેલ્લા કેટલાક સમયથી તે ઈરાન અને તેના સહયોગીઓની પણ નજીક બની ગયો છે. રિપોર્ટ મુજબ આજે હમાસને સૌથી વધુ મદદ મળતી હોય તો તે ઈરાન છે. જે આતંકી સંગઠનને ભંડોળ પણ પૂરું પાડે છે, હથિયારો પણ આપે છે અને આતંકીઓને તાલીમ પણ આપે છે.

હમાસનો નેતા કોણ છે?

હાલમાં Yehia Sinwar અને ઈસ્માઈલ હનીયેહ Ismail Haniyeh હમાસના નેતા છે.

હમાસની સ્થાપના કોને કરી ?

હમાસની સ્થાપના યાસીને (Hamas founder Yassin) કરી હતી. તેને લકવો થયો હતો, જેના કારણે તેણે વ્હીલચેરનો ઉપયોગ કરતો હતો. તે ઘણા વર્ષો સુધી ઇઝરાયેલની જેલમાં રહ્યો. યાસીને 1993માં પહેલો આત્મઘાતી હુમલો કર્યો હતો. જોકે, 2004માં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીમાં તે માર્યો ગયો હતો. આ પછી Khaled Mashal નેતા બન્યો.

હમાસ શું ઈચ્છે છે ?

હમાસ ઇઝરાયેલનો વિનાશ કરવા માંગે છે. આ સાથે તે ઈઝરાયેલના કબ્જામાં રહેલા પેલેસ્ટાઈન વિસ્તારોને આઝાદ કરાવવા માંગે છે. આ માટે તેઓ હિંસાનો માર્ગ પસંદ કરે છે. હમાસે તાજેતરના વર્ષોમાં અનેક આત્મઘાતી હુમલા કર્યા છે. તેણે થોડા વર્ષોમાં ગાઝાથી ઇઝરાયેલમાં હજારો રોકેટ છોડ્યા છે. હમાસે શસ્ત્રોની તસ્કરી માટે ગાઝાથી ઇજિપ્ત સુધી એક ટનલ બનાવી હતી. આ સાથે તેણે ઈઝરાયેલની ટનલ પર પણ હુમલો કર્યો હતો.

હમાસે ઈઝરાયલ પર હવે કેમ હુમલો કર્યો ?

હમાસના ઈઝરાયેલ પર હુમલો કરવા પાછળ ઘણા કારણો છે. તાજેતરના વર્ષોમાં ઇઝરાયેલે આરબ દેશો સાથે શાંતિ કરાર કર્યા છે. અમેરિકા હમાસ, ઈઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચે સમાધાન કરાવવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. આ સિવાય ઇઝરાયેલ સરકાર પેલેસ્ટાઇનના વિરોધ છતાં પશ્ચિમ કાંઠે ઇઝરાયેલી વસાહતોને મજબૂત કરવા માટે કામ કરી રહી છે. હમાસના નેતાઓનું કહેવું છે કે પશ્ચિમ કાંઠે આતંકવાદીઓ સામે ઈઝરાયેલની કાર્યવાહી, વસાહતોનું સતત બાંધકામ, ઈઝરાયેલની જેલોમાં હજારો કેદીઓ અને ગાઝા પર ચાલી રહેલી નાકાબંધીના કારણે તેઓ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે.

હમાસ પાસે કેટલું સૈન્ય છે ?

હમાસનું કહેવું છે કે તેની પાસે 40,000 સૈનિકો છે, જેમાંથી ઘણાએ હુમલામાં ભાગ લીધો હતો. નેતાઓએ કહ્યું કે તેની પાસે અનેક રોકેટ છે. તેમાં 250 કિલોમીટરની રેન્જવાળા કેટલાક રોકેટ અને unmanned drone નો પણ સમાવેશ થાય છે.

Read More

Trending Video