Israel Gaza War :ગાઝામાં (Gaza) ઈઝરાયેલ (Israel) દ્વારા સતત બોમ્બમારો અને હવાઈ હુમલા ( air strike) થઈ રહ્યા છે. આ દરમિયાન તાજેતરના અહેવાલ મુજબ આજે ઈઝરાયલે ગાઝાની સ્કૂલમાં (school) હુમલો કર્યો હતો આ હવાઈ હુમલામાં 100 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે.આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો ની નમાઝ પઢી રહ્યા હતા.
ગાઝામાં સ્કૂલ પર ઈઝરાયેલનો હુમલો
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ગાઝા શહેરના અલ-સાહબા વિસ્તારમાં અલ-તબાયિન સ્કૂલને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. ગાઝાના રાજ્ય મીડિયા અનુસાર, ‘ઇઝરાયલી હવાઈ હુમલા દ્વારા શરણાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા જ્યારે લોકો ફજરની નમાજ અદા કરી રહ્યા હતા.’ શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે હુમલામાં 40 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. જોકે બાદમાં મૃત્યુઆંક 100ને પાર કરી ગયો હતો. ઈઝરાયેલની સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેમણે હમાસના આતંકવાદીઓના કમાન્ડ સેન્ટરને નિશાન બનાવ્યું છે. ઈઝરાયેલી સેનાએ કહ્યું કે આતંકવાદીઓ નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા હુમલા
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં ઈઝરાયેલે ગાઝા અને હમાસના નેતાઓ પર જોરદાર હુમલા કર્યા હતા. ગત સપ્તાહે ગાઝામાં ચાર શાળાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. 4 ઓગસ્ટના રોજ, ગાઝા શહેરમાં વિસ્થાપિત લોકો માટે આશ્રયસ્થાનો તરીકે સેવા આપતી બે શાળાઓ પર ઇઝરાયેલના હુમલામાં 30 લોકો માર્યા ગયા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા. આ પહેલા ગાઝા શહેરની હમામા સ્કૂલ પર ઈઝરાયેલના હુમલામાં 17 લોકો માર્યા ગયા હતા.
યુદ્ધવિરામ માટેસ અવેક પ્રયાસ પણ ન કોઈ સફળતા નહીં
તમને જણાવી દઈએ કે, ગાઝામાં 10 મહિના સુધી ચાલેલા યુદ્ધમાં 40 હજારથી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે . યુદ્ધગ્રસ્ત તટીય પેલેસ્ટિનિયન વિસ્તારમાં યુદ્ધવિરામ માટે વાટાઘાટોના અનેક રાઉન્ડ યોજાયા છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.
આ પણ વાંચો : Rajkot : ભાજપના સાંસદ રામ મોકરીયા નિયમને ઘોળીને પી ગયા ! મહાનગરપાલિકા પણ સાંસદ સામે થઈ નત મસ્તક