ISIS Terrorist Arrested:સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હી પોલીસની મોટી સફળતા, મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ

August 9, 2024

ISIS Terrorist Arrested: રાજધાની દિલ્હીમાં (Delhi) સ્વતંત્રતા દિવસ (Independence Day) પહેલા દિલ્હી પોલીસને (Delhi Police) મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આતંકી પાસેથી એક હથિયાર પણ મળી આવ્યું છે. રિઝવાનની દિલ્હીથી જ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ આતંકવાદી રિઝવાન અલી દિલ્હીના દરિયાગંજ વિસ્તારનો રહેવાસી છે અને પુણે મોડ્યુલનો મુખ્ય ઓપરેટર છે.

મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ

દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે.પોલીસે ISIS મોડ્યુલના એક આતંકવાદીની ધરપકડ કરી છે. ISIS મોડ્યુલના આતંકીની ઓળખ રિઝવાન અલી તરીકે થઈ છે. તપાસ એજન્સી NIAએ તેના પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. રિઝવાન દિલ્હીના દરિયાગંજનો રહેવાસી છે.કહેવામાં આવી રહ્યું છે કે રિઝવાન પુણે ISIS મોડ્યુલનો મોસ્ટ વોન્ટેડ આતંકી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેની ધરપકડ કરી છે. તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. રિઝવાનને તપાસ એજન્સી NIAએ વોન્ટેડ જાહેર કર્યો હતો. તે ઘણા સમયથી ફરાર હતો.

તમામ એજન્સીઓ લાંબા સમયથી આરોપીની કરી રહી હતી શોધખોળ

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જુલાઈ 2023માં આતંકવાદી રિઝવાન અલીની પુણેમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત દેશની તમામ એજન્સીઓ લાંબા સમયથી તેની શોધી રહી હતી. જો કે હવે 15 ઓગસ્ટ પહેલા રિઝવાન અલીની ધરપકડને દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ અને NIA સહિતની તમામ એજન્સીઓ હવે તેની પૂછપરછ કરી રહી છે અને તેના આગળના પ્લાનિંગ વિશે માહિતી એકઠી કરી રહી છે.સૂત્રોનું માનીએ તો રિઝવાન આજે સવારે દિલ્હી-ફરીદાબાદ બોર્ડર પરથી ઝડપાયો હતો. આ મામલામાં UAPA હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને રિઝવાનના નેટવર્કને ખતમ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : ઢોર મારવાના કારણે બે આદિવાસી યુવકોની મોત થતા chaitar vasavaએ ઉચ્ચારી ચીમકી, પોલીસ પર લગાવ્યા આક્ષેપ

Read More

Trending Video