ગુજરાતમાં પણ AAP Party કરશે સુંદરકાંડના પાઠ, ઈશુદાન ગઢવીએ કહ્યું – “ધાર્મિક બાબતમાં રાજનીતિ ન થવી જોઈએ”

Ishudan Gadhvi statement on Ram Mandir  : ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા રામ ભગવાનની આસ્થા રૂપે 3 દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક જિલ્લામાં સુંદરકાંડ પાઠ, રામધૂન અને મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવશે.

January 17, 2024

Ishudan Gadhvi statement on Ram Mandir  : અયોધ્યા રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે રામ મંદિરના અભિષેકને લઈને દેશમાં રાજનીતિ ચાલી રહી છે. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાનો રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી દિલ્હીના તમામ વિધાનસભા ક્ષેત્રોમાં સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ આપ પાર્ટી સુંદરકાંડ કરશે તેવું ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે.

રામ મંદિર મુદ્દે ઈશુદાન ગઢવીનું નિવેદન

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, અયોધ્યા રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એટલે ઉત્સાહનો માહોલ છે ભગવાન સૌના આસ્થાના કેન્દ્ર છે. વર્ષોથી એવી તમન્ના છે કે, રામ રાજ્ય હોવું જોઈએ, ભગવાન રામની પરિકલ્પના હતી કે, કોઈ દુખી નહોવું જોઈએ , ભગવાન રામની પરિકલ્પનામાં આમ આદમી પાર્ટી ચાલવાની કોશિશ કરી રહી છે.

ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન

આ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં આમ આદમી પાર્ટી ગુજરાત ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે. 20 તારીખે શનિવારે તમામ જિલ્લા અને મહાનગર પાલિકાના મથકો પર અમે સુંદરકાંડના પાઠનું આયોજન કરવા જઈ રહ્યા છે. રવિવારે તમામ તાલુકાઓમાં રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ તાલુકાઓમાં આમ આદમી પાર્ટીના લોકો પરંતુ ભગવાન રામને માનનારા સ્વજનો ઉપસ્થિત રહેશે. અને 22 જાન્યુઆરીના રોજ તમામ જિલ્લા અને મહાનગર પાલિકાઓમાં મહાઆરતી, આખો દિવસ રામધૂન અને પંડાલ નાખીને મહાપ્રદાનું વિતરણ કરવામા આવશે.

ગુજરાતમાં રામ રાજ્ય આવે તેવી આશા

વધુમાં તેમણે કહ્યું કે,  આખો દેશ રાહ જોઈ રહ્યો છે કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી દેશમાં રામ રાજ્ય આવે, આપડે પણ આશા રાખીએ કે, ગુજરાતમાં પણ રામ રાજ્ય આવે 2027 માં ભગવાન રામની કૃપા હોય તો ગુજરાતમાં ખેડૂતો શોષિતોનું સારુ થાય, તમામ નાગરિકોને આરોગ્યની સારવાર મળે તે બધા માટે પ્રાથના કરીશું.અમે હંમેશા કોઈપણ ધાર્મિક બાબત હોય ત્યારે રાજનીતિ ન થવી જોઈએ તેવું અમે માનીએ છીએ. શંકરાચાર્યએ જે કહ્યું હોય તે તેઓ જાણે, અમે અમારા પક્ષની વાત કરી શકીએ, અમે કોઈને સલાહ સુચન ન આપીએ. વધુમાં તેમણે કહ્યું કે, જ્યારે ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે તેમાં રાજનિતી ન આવવી જોઈએ પક્ષા પક્ષી ન થવી જોઈએ રાજનિતિથી પર રહેવું જોઈએ. તમામે આદર સાથે સ્વીકાર કરવો જોઈએ.

Read More

Trending Video